હૈદરાબાદ: ઈન્ડિયન સિનેમામાં સર્વોચ્ચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 1954માં પહેલી વાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિક કરવામાં આવે છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ફીચર, નોન ફીચર અને અને સિનેમામાં શ્રેષ્ઠ લેખન આમ 3 કેટેગરીમાં આપવામાં આવે છે. આ પુરસ્કાર આપવાનો હેતુ દેશમાં ફિલ્મ કેટેગરીમાં પ્રોત્સાહન આપવાનું છે. આ રીતે જ્યુરી વિજતાઓની યાદી તૈયાર કરે છે.
છેલ્લો શોને મળેલા પુરસ્કારની જાહેરાત: હાલમાં જ દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં 69માં રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. 69માં રાષ્ટ્રીય ફિ્લ્મ પુરસ્કારોમાં ગુજરતી ફિલ્મ 'છેલ્લો શો'ને બે પુરસ્કારની જાહેરાત કરાઈ છે. 'છેલ્લો શોના' નિર્દેશક પાન નલિને પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ''તોડી નાંખ્યું, ફોડી નાંખ્યું, ભુકો કરી નાંખ્યું- શાબ્દિક રીતે આપણે અત્યારે કેવું અનુભવી રહ્યાં છીએ.'' આ દરમિયાન તેમણે પોસ્ટમાં 'છેલ્લો શો' માટે જાહેર થયેલા પુરસ્કારો અંગેની માહિતી પણ ચાહકો સાથે શેર કરી છે.
છેલ્લો ફિલ્મને બે પુરસ્કારો પ્રાપ્ત થયા: નિર્માતા પાન નિલે એક બીજી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ''કારણ કે, લાઈટ સ્ટોરી બની જાય છે. સ્ટોરીસ ફિ્લ્મ બની જાય છે. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' માટે રાષ્ટ્રીય પુરસ્કાર. બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ માટે રાષ્ટ્રીય પુરસ્કાર: ભાવિન રબારી.'' ચાહકો આ પોસ્ટ જોઈ કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ દરમિયાન ચાહકોએ હાર્ટ અને તાડીઓની ઈમોજીસ સાથે અભિનંદન પાઠવ્યાં છે.
છેલ્લો શો ફિલ્મની સ્ટોરી: સૌરાષ્ટ્રમાં ગુજરાતના ચલાલા ગામનો એક નવ વર્ષનો બાળક જેનું નામ છે સમય. આ ફિલ્મમાં ભાવિન રબારી મુખ્ય નાયક તરીકે જોવા મળે છે, જે પ્રોજેક્ટનિસ્ટ ફઝલને લાંચ આપીને રન્ડડાઉન મૂવી પ્લેસના પ્રોજક્શન બૂથમાંથી ફિ્લ્મ જોવામાં સમય વિતાવે છે. સમય આખો ઉનાળો ફિલ્મ જોવામાં સમય વીતાવે છે. ફઝલ તરીકે ભાવેશ શ્રીમાળીએ ભૂમિકા ભજવી છે. નાયક ફિલ્મ નિર્માતા બનાવાનું નક્કી કરે છે.
છેલ્લો શોની સ્ટારકાસ્ટ: છેલ્લો શોએ ગુજરાતી ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મના નિર્દેશક અને લેખક પાન નલિન છે. આ ફિલ્મ પાન નલિન, ધીર મોમાયા અને સિદ્ધાર્થ રોય કપૂર દ્વારા નિર્મિત છે. આ ફિ્લ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો, ભાવિન રબારી, ભાવેશ શ્રીમાણી, રિચા મીના, દિપેન મીના, પરેશ મહેતા અને દિપેન રાવલ સામેલ છે. આ ફિલ્મને ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં તારીખ 10 જૂનના રોજ ફિલ્મનું પ્રીમિયર થયું હતું. આ ઉપરાંત 95માં એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ માટે બેસ્ટમાં શોર્ટલિસ્ટ કરવામનાં આવી હતી.