ETV Bharat / entertainment

સલમાનને મળ્યો ધમકી ભર્યો પત્ર, જાણો શુ લખ્યુ હતુ પત્રમાં

author img

By

Published : Jun 6, 2022, 2:57 PM IST

સલમાન ખાનને એક ધમકીભર્યો પત્ર મળ્યો છે, (Salman Khan receives threatening letter) ધમકીભર્યા પત્રમાં સલમાનની હાલત સિદ્ધુ મૂઝવાલા જેવી કરવાની વાત કહેવામાં આવી છે. આ સંબંધમાં જોઈન્ટ કમિશનર વિશ્વાસ નાગ્રે પાટીલ અને ડીસીપી મંજુનાથ શાંગે આજે સલમાન ખાનના ઘરે પહોંચ્યા અને પૂછપરછ કરી. સાથે જ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સલમાનને મળ્યો ધમકી ભર્યો પત્ર, જાણો શુ લખ્યુ હતુ પત્રમાં
સલમાનને મળ્યો ધમકી ભર્યો પત્ર, જાણો શુ લખ્યુ હતુ પત્રમાં

મુંબઈઃ પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની હત્યાએ (Assassination of Sidhu Musewala) દેશને આંચકો આપ્યો હતો. મુસેવાલા હત્યાકાંડથી સમગ્ર દેશમાં શોક અને આક્રોશ ફેલાયો છે. તે જ સમયે, મૂસેવાલાની હત્યા પછી, ફિલ્મ ઉદ્યોગમાં પણ શોકનો માહોલ છે. મળતી માહિતી મુજબ, આ દરમિયાન બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી (Salman Khan receives threatening letter) મળી છે. તેને બાંદ્રાના બેન્ડસ્ટેન્ડમાં રવિવારે એક પત્ર દ્વારા આ ધમકી મળી છે. સલમાનને મળેલી ધમકી બાદ પોલીસ એલર્ટ મોડ પર છે. આ સંદર્ભે આજે પોલીસની ટીમ તેના ઘરે પહોંચી હતી અને પૂછપરછ કરી હતી. સાથે જ અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

  • Mumbai | A Crime Branch team leaves from the residence of actor Salman Khan

    Salman Khan & his father Salim Khan received a threat letter, yesterday. Bandra Police has filed an FIR against an unidentified person & further probe is underway. The actor's security has been increased pic.twitter.com/kvgyTGfeV1

    — ANI (@ANI) June 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: બોલીવુડ બાદશાહ શાહરુખ ખાન કોરોનાની ઝપેટમાં, બોલીવુડ જગતમાંં ભયનો માહોલ

સલમાન ખાનને સિદ્ધુ મૂસેવાલા જેમ મારવાની ધમકી: તમને જણાવી દઈએ કે રવિવારે બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ પ્રોમેનેડ ખાતે સલમાન ખાનના પિતા સલીમ અને સલમાન ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. મુંબઈની બાંદ્રા પોલીસે આ મામલે FIR નોંધી છે. આ સાથે જ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ પત્રમાં સલમાન ખાનને સિદ્ધુ મૂસેવાલા જેમ મારવાની ધમકી આપવામાં આવી છે. અજાણ્યા વ્યક્તિએ લખ્યું, 'તમારી હાલત સિદ્ધુ મુસેવાલા જેવી થશે'. મુંબઈ પોલીસે રવિવારે આ જાણકારી આપી છે. મળતી માહિતી મુજબ જોઈન્ટ કમિશનર વિશ્વાસ નાગ્રે પાટીલ અને ડીસીપી મંજુનાથ શાંગે સલમાન ખાનના ઘરે પહોંચ્યા અને પૂછપરછ કરી. સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો: 'ભૂલ-ભૂલૈયા-2' સ્ટાર કાર્તિક આર્યન થયો કોરોના સંક્રમિત, કહ્યું બધું પોઝિટિવ થઈ રહ્યું છે

ટૂંક સમયમાં 'કભી ઈદ કભી દિવાળી'નું શૂટિંગ શરૂ : સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ટૂંક સમયમાં જ ફિલ્મ 'ટાઈગર-3'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ છે. આ સાથે તે ટૂંક સમયમાં 'કભી ઈદ કભી દિવાળી'નું શૂટિંગ પણ શરૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે છે. સાથે જ શહનાઝ ગિલ પણ મહત્વના રોલમાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.