ETV Bharat / entertainment

Threatening Email: સલમાન ખાનને ધમકીભર્યો ઈ-મેઇલ મોકલનારની ધરપકડ - સલમાન ખાન પર ઈમેલ કેસમાં ધમકી આપવાનો આરોપ

રાજસ્થાન પોલીસે મુંબઈ પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં રવિવારે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ધમકીભર્યો ઈમેલ મોકલનાર આરોપીની ધરપકડ કરી હતી. આ વ્યક્તિનું નામ ધાકદ્રમ બિશ્નોઈ જણાવવામાં આવી રહ્યું છે.

Salman Khan Threatening Email: સલમાન ખાનને ધમકીભર્યો ઇમેઇલ મોકલનાર વ્યક્તિની કરાઈ ધરપકડ

author img

By

Published : Mar 27, 2023, 5:25 PM IST

મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ધમકીભર્યો ઈમેલ મોકલનાર વ્યક્તિની આખરે ધરપકડ કરવામાં આવી છે. કેસની તપાસના સંદર્ભમાં, મુંબઈ પોલીસે રાજસ્થાનના જોધપુરમાં 21 વર્ષીય યુવકની અટકાયત કરી છે. રાજસ્થાન પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં મુંબઈ પોલીસે આ વ્યક્તિને જોધપુરથી ઝડપી લીધો હતો. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ધમકી 18 માર્ચે સલમાન ખાનને આપવામાં આવી હતી. બાદમાં બાંદ્રા પોલીસે એફઆઈઆર નોંધી અને અભિનેતાની સુરક્ષા વધારી દીધી.

આ પણ વાંચો: Shubh Yatra Film: 'શુભ યાત્રા' ફિલ્મનું મોશન પોસ્ટર કર્યું જાહેર, આ દિવસે આવશે થિએટર્સમાં

જાનથી મારી નાખવાની ધમકી: જોધપુરના લુની પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) ઈશ્વરચંદ પારેકે જણાવ્યું કે, 18 માર્ચે મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી મુંબઈ પોલીસ કેસની તપાસમાં લાગી ગઈ. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ ઈમેલ સલમાન ખાનને રાજસ્થાનના જોધપુરથી મોકલવામાં આવ્યો હતો.

કોને મોક્લ્યો ઇમેઇલ: પોલીસે તાત્કાલિક જોધપુર પોલીસને આ અંગે જાણ કરી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે, આ ઇમેઇલ કથિત રીતે જોધપુરના સિયાગો કી ધાનીના રહેવાસી ધાકદ્રમ બિશ્નોઈ નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ પછી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. રવિવારે જોધપુર પોલીસે બાંદ્રા પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર બજરંગ જગતાપ સાથે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું અને ધાકદ્રમ (21)ને કસ્ટડીમાં લીધો. હાલ પોલીસ આરોપીને લઈને મુંબઈ પરત આવી ગઈ છે.

આ પણ વાંચો: Naresh Kanodiyana: નરેશ કનોડિયાના આ કોપી હિરોએ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી, ચાહકો થઈ રહ્યા છે આકર્ષિત

એસએચઓ ઇશ્વર ચંદ પારેકે જણાવ્યું કે, અગાઉ સદર માનસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં પંજાબ પોલીસની ટીમ પણ ધકધમની શોધમાં રાજસ્થાન આવી હતી. આરોપીએ પંજાબી ગાયક સિદ્ધુ મૂઝ વાલાના પિતાને એક ઈમેલ પણ મોકલ્યો હતો, જેમાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આરોપી ધકધમ સામે આર્મ્સ એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.