ગ્વાલિયર: બોલિવુડના ફેમસ અભિનેતા અને નિર્દેશક યશપાલ શર્મા મધ્યપ્રદેશમાં ગ્વાલિયર ગયા હતા. અભિનેતા યશપાલ શર્માએ હરિયાણાના લોક કલાકાર પંડિત લક્ષ્મીચંદની બાયોપિક પર 'દાદા લખમી' નામની ફિલ્મનું નિર્દેશન કર્યું છે. જેને પ્રમોટ કરવા તેઓ ગ્વાલિયર પહોંચ્યા હતા. પત્રકારો સાથેની વાતચિત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, હું ક્યારેય અશ્લીલતાવાળી ફિલ્મ નહીં બનાવીશ, પરંતુ હું માંગ પ્રમાણે કામ કરીશ.
ટોલીવુડે બોલિવુડને માર્યો: બોલીવુડ ફિલ્મ વિશે વાત કરતા અભિનેતાએ જણાવ્યું હતું કે, ''સાઉથ ભારતના નિર્માતાઓ ખુબ જ મહેનત કરે છે. તેમની સર્જનાત્મકતા સ્ક્રીન પર દેખાય છે. 'પુષ્પા', 'RRR' અને 'કેજીએફ' જેવી ફિલ્મો દ્વારા ટોલિવુડે બોલિવુડને લપડાક મારી છે.'' અશ્લિલ અને હિંસા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ''આ અલગ અલગ ફિલ્મ અને ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહી છે. જે બાળકો અને યુવાઓને અસર કરે છે. સેન્સરશિપ લાવવી જોઈએ.''
યશપાલ શર્માનું નિવેદન: આ સાથે તેમણે 'આદિપુરુષ' ફિલ્મ વિશે કહ્યું હતું કે, ''તમે આસ્તિક હોય કે નાસ્તિક તમને કોઈ ધર્મનું અપમાન કરવાનો અથવા કોઈને ગેરમાર્ગે દોરવાનો અધિકર નથી. આજ કાલ બિનજરુરી રીતે અપશબ્દોનો ઉપયોગ થાય છે.'' હરિયાણવી લોક ફિલ્મ 'દાદા લખમી' બનાવવા માટે યશપાલ શર્માએ 17 પુસ્તકો વાંચ્યા હતા. આ ફિલ્મને 71 ઈન્ટરનેશનલ એવોર્ડ અને 28 નેશનલ એવોર્ડ મળ્યા છે. પંડીત લખમીચંદ વિશે યશપાલ શર્માએ જણાવ્યું હતું કે, ''હરિણાના જાટ લોક કલાકાર પંડિત લખમીચંદ ક્યારેય શાળાએ ગયા નથી. તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. યુવાનો માટે આ ફિલ્મમાં ઘણી પ્રેરણાદાયી બાબતો દાખલ કરવામાં આવી છે.''