હૈદરાબાદ: તૃણમૂલ સંસદસભ્ય અને અભિનેત્રી નુસરત જહાં પર રુપિયા 28 કરોડની છતરપિંડીનો આરોપ છે. એક વિભાગમાં જણાવવામાં આવ્યું હતું કે, ઉત્તર 24 પરગણાના ન્યૂ ટાઉનમાં રહેણાંક ફ્લેટ મેળવવાના નામે કુલ 429 લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. નુસરત જહાંની કથિત રીતે ગરિયાહાટ વિસ્તારમાં એક સંસ્થા છે. આ સંસ્થામાં તે એક ડિરેક્ટર છે. આ ઘટનામાં સંસ્થાનું નામ આવ્યું છે. છેતરપિંડી થઈ છે તેની જાણ થતાં જ ભોગ બનેલા લોકોએ ગરિયાહાટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો આક્ષેપ કરીને લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત ઘટના અંગે અલીપોર કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.
નસરત જહાંએ લોકોને છેતર્યા: પીડિતોનો આરોપ છે કે, નુસરત જહાંની કંપનીએ તેમને રહેણાંક મકાન અપાવવાના નામે 5 લાખ 55 હજાર રુપિયા લીધા હતા. પૈસા લેતી વખતે કહ્યું હતું કે, 3 BHK ફ્લેટ તેમને 2018માં સોંપવામાં આવશે. વચન આપ્યાને પાંચ વર્ષ વીતી ગયા પરંતુ ફરિયાદીઓને હજુ પણ તેમના રહેવાની જગ્યા મળી નથી. આ કારણો અનુસાર તેમને કાયદાનો સંપર્ક કરવાની ફરજ પડી હતી. આ કેસ અંગે ધ્યાન દોરવા માટે ભાજપના નેતા સાંકુ દેબ પાંડા ફરિયાદનીઓને EDની ઓફિસમાં લઈ ગયા હતા.
ભાજપના નેતાએ ચેતવણી આપી: પાંડાએ એમ પણ કહ્યું હતું કે, નુસરત જહાંને કોર્ટ દ્વારા આ કેસમાં પ્રત્યક્ષ હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ તેમણે કોર્ટના સમન્સને અવગણ્યું હતું. ભાજપના નેતાએ એવી પણ ચેતવણી આપી હતી કે, જો આગામી 48 કલાકમાં છેતરપિંડના ભોગ બનેલા લોકોને ન્યાય નહિં મળે તો તેઓ રસ્તા પર ઉતરસે. ગરિયાહાટ પોલીસ સ્ટેશનના પોલીસે સમગ્ર ઘટના કેવી રીતે બની તે અંગે તપાસની પ્રક્રિયા શુરુ કરી છે.
શરતનો કર્યો ભંગ: જોકે, આ ઘટના અંગે નુસરત જહાંનો સંપર્ક કરવો શક્ય બન્યો ન હતો. કોલકાતા પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓએ ઘટના બાબતે કડકાઈ દાખવી હતી. ફરિયાદીઓએ દાવો કર્યો કે, પહેલા શરતે કહેવામાં આવ્યું હતું કે 500 કોટડા જમીન ખરીદવામાં આવશે. પરંતુ 500 કોટડા જમીનને બદલે માત્ર 175 કોટડા જ ખરીદાયા હતા.