ETV Bharat / entertainment

Prime Minister Narendra Pathaan: PM મોદીએ સંસદમાં 'પઠાણ'ના કર્યા વખાણ, શાહરૂખના ચાહકોમાં ખુશીની લહેર - સંસદમાં પઠાણ

તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ'બ્રાયને સંસદમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણના વખાણ કર્યા હતા. ત્યારે હાલમાં નવા સમાચાર આવ્યા છે કે, PM મોદીએ સંસદમાં પઠાણ ફિલ્મના કર્યા વખાણ (Modi Praises Pathaan in Parliament). આ વાત શાહરુખ ખાનના ચાહકોને મળતા જ ખૂશીની લહેર પ્રશરી ગઈ છે. જાણો અહિં PM મોદી (Pathaan in Parliament)એ સંસદમાં શું કહ્યું ?

Prime Minister Narendra Pathaan: PM મોદીએ સંસદમાં 'પઠાણ'ના કર્યા વખાણ, શાહરૂખના ચાહકોમાં ખુશીની લહેર

author img

By

Published : Feb 10, 2023, 11:50 AM IST

નવી દિલ્લી: તારીખ 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની ફિલ્મ 'પઠાણ' જમ્મુ અને કાશ્મિરમાં શ્રીનગરનાં થિયેટરોમાં ધુમ મચાવી રહી છે. આ પ્રથમ વખત બન્યું જ્યારે 'પઠાણ' ફિલ્મ રિલીઝ થઈ છે. હાલ 'પઠાણ'ના ચાહકો માટે આવ્યા છે ખૂશીના સમાચાર. કારણ કે, 'પઠાણ' ફિલ્મના વખાણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં કર્યા છે. જેને લઈ શાહરુખ ખાનના ચાહકો ખૂશીથી નાચી ઉઠ્યાં છે. આવો જાણીએ PM મોદીએ સંસદમાં 'પઠાણ' ફિલ્મ વિશે શું કહ્યું.

આ પણ વાંચો: The Black Tiger: અનુરાગ બાસુ ભારતીય જાસૂસ રવિન્દ્ર કૌશિક પર બાયોપિકનું કરશે નિર્દેશન

મોદીએ સંસદમાં પઠાણના કર્યા વખાણ: 25 તારીખે રિલીઝ થયેલી શાહરુખની ફિલ્મે ઈતિહાસ રચ્યો છે. આખરે શાહરૂખ ખાને પોતાનું ડૂબતું સ્ટારડમ બચાવી લીધું છે. ફિલ્મ પઠાણે વિશ્વભરમાં 850 કરોડ રૂપિયાની કમાણી કરીને શાહરૂખ ખાન અને બોલિવૂડની શરમ બચાવી છે. હવે ચારેબાજુ માત્ર 'પઠાણ' ફિલ્મની જ ચર્ચા થઈ રહી છે. ગત રોજ સંસદમાં પણ પઠાણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને હવે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આવી વાત કહી છે, જેનો આડકતરો સંબંધ ફિલ્મ 'પઠાણ' સાથે છે. પીએમ મોદીના આટલું કહેવાથી શાહરૂખ ખાનના ચાહકોમાં ખુશીની લહેર છે.

PM મોદીએ કહી આ વાત: સંસદમાં ગૃહ દરમિયાન પોતાના ભાષણમાં પીએમ મોદીએ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈને વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું. ફિલ્મનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું કે, કેવી રીતે 'પઠાણ'એ શ્રીનગરના સિનેમા ક્ષેત્રને બદલી નાખ્યું છે. શ્રીનગરમાં દાયકાઓ પછી થિયેટર હાઉસફુલ ચાલી રહ્યા છે. 32 વર્ષ પછી આ પહેલી વાર હતું જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ફિલ્મ 'પઠાણ' જોવા માટે થિયેટર હાઉસફુલ ચાલી રહ્યા હતા.

આ પણ વાંચો: Pathan Box Office Collection: જાણો શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નું 15 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

શાહરુખના ચાહકોમાં ખૂશીની લહેર: હવે સંસદ ગૃહમાંથી પીએમ મોદીના આ ભાષણને શેર કરતા શાહરૂખ ખાનના એક પ્રશંસકે લખ્યું છે કે, 'પઠાણ ફિલ્મને એક કરતા વધારે લોકોનો પ્રેમ મળ્યો છે'. શાહરૂખ ખાનના ચાહકો પીએમ મોદીના ભાષણનો વીડિયો લાઈક કરીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. શાહરૂખ ખાને ફિલ્મ પઠાણ સાથે જોરદાર કમબેક કર્યું છે. કારણ કે, શાહરૂખની પાછલી ફિલ્મ 'ઝીરો' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી અને હવે પઠાણે વિશ્વભરમાં ઘણી કમાણી કરી છે. આ ફિલ્મે વિશ્વભરમાં 865 અને ભારતીય બોક્સ ઓફિસ પર 450 કરોડની કમાણી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.