મુંબઈઃ બોલિવૂડના 'દબંગ' સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'એ બોક્સ ઓફિસ પર જોર પકડ્યું છે. ઈદના અવસર પર રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત કરી હતી. ફિલ્મે તેના શરૂઆતના દિવસે 15.81 કરોડ રૂપિયાનો અપેક્ષા કરતાં ઓછો બિઝનેસ કર્યો હતો. તે જ સમયે, શનિવાર (22 એપ્રિલ) અને રવિવારે (23 એપ્રિલ) ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો છે. બંને દિવસ રજાના હતા અને સલમાન ખાનના ચાહકો ઈદના તહેવારની મજા બમણી કરવા થિયેટરોમાં ઉમટી પડ્યા હતા. આવો જાણીએ ઓપનીંગ વીકેન્ડ પર સલમાન ખાનની ફિલ્મે કેટલી કમાણી કરી હતી.
પહેલા વીકેન્ડમાં આટલા કરોડની કમાણી કરી લીધી: ફિલ્મે પહેલા દિવસે (21 એપ્રિલ) 15.81 કરોડ, બીજા દિવસે (22 એપ્રિલ) 25.75 કરોડ અને ત્રીજા દિવસે (23 એપ્રિલ) 26.25 કરોડનું કલેક્શન કર્યું છે, જેના કારણે પ્રથમ વીકએન્ડ ફિલ્મની કમાણી 60 કરોડને પાર કરી ગઈ છે. હવે ફિલ્મનું બીજું વીકેન્ડ શરૂ થઈ ગયું છે, છેલ્લી 2 રજાઓમાં થયેલી કમાણી પ્રમાણે કહી શકાય કે ફિલ્મ કંઈ ખાસ કરી શકશે નહીં. એવી અપેક્ષા હતી કે, વીકેન્ડ પર ફિલ્મની કમાણીમાં સારો ઉછાળો આવશે, પરંતુ બોક્સ ઓફિસની તસવીરે સ્પષ્ટ કરી દીધું છે કે સલમાન ખાન કંઈ ખાસ કરી શક્યો નથી.
આ પણ વાંચોઃ Salman Sister EID Party:સલમાન ખાનની બહેને આપી ઈદ પાર્ટી, કંગના રનૌતની હાજરી પર ઉઠી રહ્યા છે સવાલ
કિસી કા ભાઈ કિસી કી જાનમાં યુવાનોને તક : કિસી કા ભાઈ કિસી કી જાન એ ફરહાદ સામજી દ્વારા દિગ્દર્શિત એક્શન ફેમિલી ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં સલમાન ખાને શહનાઝ ગિલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ, રાઘવ જુયાલ, પલક તિવારી સહિત ઘણા યુવાનોને તક આપી હતી.