હૈદરાબાદ: બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' એવા સમયે રિલીઝ કરવામાં આવી, જ્યારે અન્ય કોઈ હિન્દી ફિલ્મ બોક્સ ઓફિસ પર પ્રભુત્વ ધરાવતી ન હતી. થિયેટરોમાં એક અઠવાડિયા પછી ફિલ્મનું નેટ ડોમેસ્ટિક કલેક્શન હવે રૂપિયા 90.15 કરોડને સ્પર્સ કર્યું છે. ઈન્ડસ્ટ્રીના ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર ફિલ્મે થિયેટરમાં તેના સાતમા દિવસે 3.5 કરોડની કમાણી કરી હતી. આંકડાઓ ખરાબ નથી, પરંતુ ઈદ પર સલમાન ખાનની રિલીઝ માટે વધુ સારા આંકડાની અપેક્ષા હતી.
આ પણ વાંચો: Jiah Khan Suicide Case: સીબીઆઈ કોર્ટ જીયા ખાન આત્મહત્યા કેસમાં ચૂકાદો આપશે, સૂરજ રોલ સ્પષ્ટ થશે
100 કરોડ વટાવી શકી નહિં: ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત KKBKKJ સ્થાનિક બજારમાં રૂપિયા 100 કરોડના ગ્રોસ માર્કને વટાવી શકી નથી. જ્યારે કુલ વૈશ્વિક ગ્રોસ કલેક્શન રૂપિયા 141 કરોડ છે. આ અઠવાડિયે અન્ય કોઈ મોટી હિન્દી ફિલ્મ રિલીઝ ન થતાં 'કિસી કા ભાઈ કી જાન' તેથી હજુ પણ સારુ પ્રદર્શન કરવાની વધુ સારી તક છે. લવ રંજન દ્વારા દિગ્દર્શિત અને રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર અભિનીત 'તુ જૂઠી મેં મક્કારે' તેનું પ્રથમ અઠવાડિયું રૂપિયા 92.84 કરોડની કુલ કમાણી કરી હતી. અન્ય 2023ની હાઈ-બજેટ ફિલ્મ 'પઠાણ' 378.15 કરોડની કમાણી સાથે તેનું પ્રથમ સપ્તાહ પૂરું કર્યું હતું.
આ પણ વાંચો: Samantha Temple In AP: APમાં ફેને બનાવ્યું સામંથા રૂથ પ્રભુનું મંદિર, આજે મંદિરનું ઉદ્ઘાટન થશે
ફિલ્મ સામે પડકાર: તેના શરૂઆતના સપ્તાહના અંતે 'કિસી કા ભાઈ કિસી કી જાન' કુલ રૂપિયા 68.17 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે. 'કિસી કા ભાઈ કિસી કી જાન' એ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી મૂવી તરીકે પઠાણને વટાવી જશે તેવી શરૂઆતમાં સંભાવના હતી. પરંતુ મૂવી હવે TJMMના જીવનકાળના સ્થાનિક કુલ, જે હાલમાં રૂપિયા 148.13 કરોડ છે, તેનાથી પણ વધુ પડકારોનો સામનો કરે છે.