મુંબઈઃ તારીખ 7 ફેબ્રુઆરીના રોજ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ મલહોત્રા અને કિયારા અડવાણીએ રાજસ્થાનમાં જેસલમેર ખાતે સુર્યગઢ પેલેસમાં શાહી લગ્ન કર્યા હતાં. ત્યાર બાદ લગ્નની તસવીર કિયારાએ સોશિયલ મીડીયા પર શેર કરી હતી. તે પછી આ કપલે લગ્નન અંગેનો એક વીડિયો આલ્બમ શેર કર્યો હતો. પછી આખરે શેર થઈ રેસેપ્શનની તસવીર. હાલમાં કિયારા અડવાણીના માતાનો જન્મ દિવસ છે. આ જન્મ દિવસ પર કિયારાએ તસવીર શેર કરી છે.
આ પણ વાંચો: Hera Pheri 3: 'હેરા ફેરી 3'માં કલાકારોનો ફર્સ્ટ લુક આવ્યો સામે, જુઓ અહિં તસવીર
કિયારા મમ્મીને શુભેચ્છા પાઠવી: કર્યું કિયારા અડવાણી બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. કિયારાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તારીખ 7 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા હતા. સિદ્ધાર્થ અને કિયારાએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ કપલે દિલ્હી અને મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. તમામ કાર્યક્રમ પુરા કર્યા પછી કપલ સતત તેમના લગ્નની સુંદર તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યું છે. આ એપિસોડમાં કિયારાએ લગ્નની કેટલીક અદ્રશ્ય તસવીર શેર કરીને તેની માતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ તસવીરોમાં મા-દીકરીની ખાસ બોન્ડિંગ જોવા મળી રહી છે.
કિયારાએ શેર કરી તસવીર: કિયારાએ તાજેતરમાં તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લગ્નની કેટલીક અદ્રશ્ય તસવીર શેર કરી છે. કિયારાએ તેની સુંદર માતા જીનીવીવ અડવાણી સાથે સુંદર તસવીરો શેર કરીને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અભિનેત્રીએ હાર્ટ ઇમોજી સાથે કેપ્શનમાં લખ્યું છે, મમ્માને જન્મદિવસની શુભેચ્છા, મારી પ્રિય, સંભાળ રાખતી, પ્રાર્થના કરવા વાળી માતા. હું મારી જાતને તમારી દીકરી તરીકે ધન્ય માનું છું.
આ પણ વાંચો: Ganapath Part 1: ટાઇગર શ્રોફની ફિલ્મ 'ગણપથ'ની નવી તારીખની કરી જાહેરાત, જાણો ક્યારે થશે રિલીઝ
કિયારાએ શેર કરેલી તસવીર: આ તસ્વીરોમાં માતા અને દિકરીનો પ્રેમ સ્પષ્ટ જોવા મળે છે. તસવીરની વાત કરીએ તો પહેલી તસવીર લગ્નની છે, જેમાં તે તેની માતા સાથે જોવા મળી રહી છે. બીજી તસવીરમાં કિયારા તેની માતા અને ભાઈ મિશાલ અડવાણી સાથે જોવા મળી રહી છે. બીજી તસવીરમાં કિયારા તેમના આખા પરિવાર સાથે જોવા મળી રહી છે. છેલ્લી તસવીરમાં જીનીવીવ અડવાણી કિયારાને કિસ કરતા જોવા મળે છે.
કિયારાનો વર્કફ્રન્ટ: સિદ્ધાર્થ મલ્હોત્રા તેની આગામી વોર ડ્રામા 'યોધા'માં દેખાશે, જેમાં તે આર્મી ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. બીજી તરફ કિયારા અડવાણીએ તાજેતરમાં તેની આગામી લવ સ્ટોરી 'સત્યપ્રેમ કી કથા'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે, જેમાં તે અને કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં છે.