હૈદરાબાદ: ખતરોં કે ખિલાડી સિઝન 13 એ તેના ભવ્ય પ્રિમિયર એપિસોડ સાથે એક રોમાંચક અને મનમોહક પદાર્પણ કર્યું હતું. આ દરમિયના યાદગાર ક્ષણોની સિરીઝ બતાવવામાં આવી હતી. આ શો ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો છે. જેઓ ડરની સામે લડવા માટે જાણીતા છે. પાણી આધારિત પડકારોથી લઈને નર્વ રેકિંગ હાઈટ્સ અને પ્રાણીઓ સાથેની મુલાકાતો સુધી પ્રિમિયર એપિસોડે પ્રેક્ષકોની અંદર વધુ ઉત્સુક્તા જગાડી છે. ખતરોં કે ખિલાડી સિઝન 13ના પ્રિયમિયરની હાઈલાઈટ્સ અહિં જુઓ.
શીઝાને ખુલાસો કર્યો: 'અલી બાબા દાસ્તાન-એ-કાબુલ' અભિનેતા શીઝાન ખાને શો સ્પાર્ધત્મક મોડમાં આવે તે પહેલાં જ તેમની સ્થિતિસ્થાપકતા બાજુ જાહેર કરી. શીઝાન ખાને રોહિત શેટ્ટી સાથે વાતચિત કરી હતી. આ વાર્તાલાપ દરમિયાન શીઝાન ખાને તુનિષા શર્મા કેસમાં જેલમાં વિતાવેલા કઠિન દિવસો વિશે ખુલાસો કર્યો હતો. શીઝાન ખાને કહ્યું કે, 'હું ફાઈટર બની ગયો છું. જીવનમાં ઘણાં વળાંકો આવતા રહેશે, પરંતુ હાર માનીશ નહિં.'
પ્રથમ કાર્ય વિજેતા: શિવ ઠાકરે, સાઉન્ડસ મોફકીર અને અરિજિત તનેજા પ્રથમ કાર્યમાં વિજેતા બન્યા હતા. 3 વિજેતાઓને તે અઠવાડિયે સ્ટંટ કરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી અને પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જો કે, તેઓને એ જાણીને આશ્ચર્ય થુયં કે, હોટલોમાં રહેવાને બદલે તેઓને વાસ્તવિક જંગલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે, જે ખુબજ આકર્ષક અને સાહસભર્યું હંશે.
શિવે કરી મજાક: રોહિત શેટ્ટી સાથેની વાતચિત દરમિયાન શિવ ઠાકર રમતિયાળ રીતે સાઉન્ડસ મોફકીર સાથે ફ્લર્ટ કરે છે. સાઉન્ડસ હિન્દી સારી રીતે સમજી શક્તો નથી અને શિવ અગ્રેજી સમજી શક્તો નથી. તેથી તેમણે મજાક ઉડાવતા સાઉન્ડસને તેમના જૂથમાં રાખવામાં રસ દર્શાવ્યો. સાઉન્ડસે શો માટે પોતાનું ગ્રુપ બનાવીને શિવની મજાક ઉડાવી અને તેમને જોડાવાનું આમંત્રણ આપ્યું. પાછળથી સાઉન્ડસે શિવ સહિત દરેક સાથે મિત્રતા કરવાની ઈચ્છા જણાવી હતી.
અંજુમે શ્લોક સંભળાવ્યો: અંજુમ ફકીહે રોહિત શેટ્ટી સાથે હળવાશથી વર્તાલાપ કર્યો. અંજુમે એક કાવ્યાત્મક શ્લોક રજુ કર્યો હતો, જે તેમણે પોતાના માટે લખ્યો હતો. તેમણે રમત રમતમાં આ શ્લોક સંભળાવ્યો હતો. રોહિતે તેમને રમૂજી સાથે કહ્યું કે, તે તેમને રક્ષાબંધન પર ઘરે બોલાવશે.
પડકારજનક કાર્યમાં વિજેતા: પાણીની ઉપર લટકાવવામાં આવેલા 2 ગ્લાસ કન્ટેનર સાથે સંકળાયેલું કાર્ય પડકારજનક હતું. આ કાર્ય એશ્વર્યા શર્મા અને ડીનો જેમ્સે એક જોડી બનાવી અને આ પડકાર સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. ત્યાર બાદ તોએને વિજેતા તરીકે જાહેર કર્યા હતા. રોહિત શેટ્ટીએ ટાસ્ક દરમિયાન ડીનોને ઠપકો આપવા બદલ રમૂજી રીતે એશ્વર્યા સાથે મજાક કરી હતી. ખતરો કે ખિલાડી સિઝન 13નું પ્રિમિયર તારીખ 15 જુલાઈ 2023ના રોજ થયું હતું. આ શો દર શનિવારે અને રવિવારે રાત્રે 9 કલાકે કલર્સ પર પ્રસારિત થાય છે.