ETV Bharat / entertainment

Kartik Aaryan: કાર્તિક આર્યનની ઇકોનોમી ક્લાસમાં મુસાફરી, અભિનેતા થયા ટ્રોલ - સત્યપ્રેમ કી કથા

કાર્તિક આર્યન આગલા દિવસે સામાન્ય લોકોની વચ્ચે ફ્લાઈટમાં ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ એક્ટર્સ જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણી આ બીજી વખત સાથે ફિલ્મમાં કામ કરતા જોવા મળશે.

કાર્તિક આર્યનની ઇકોનોમી ક્લાસમાં મુસાફરી, ગુસ્સે થયા યુઝર્સ

author img

By

Published : Jun 26, 2023, 12:26 PM IST

મુંબઈઃ બોલિવુડના 'રૂહ બાબા' કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે કિયારા અડવાણી સાથે જોવા મળશે. કાર્તિક-કિયારાના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'સત્યપ્રેમ કી કથા' તારીખ 29 જૂને રિલીઝ થઈ રહી છે. આવી સ્થિતિમાં ફિલ્મની ટીમ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ક્યારેક કાર્તિક-કિયારા દિલ્હી અને જયપુરમાં પ્રમોશન કરતા જોવા મળી રહ્યા છે.

ઈકોનોમી ક્લાસમાં મુસાફરી: આ સાથે જ આ જોડી અમદાવાદમાં પણ ફિલ્મના પ્રમોશન માટે જોવા મળી છે. હવે કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. કાર્તિક આર્યન મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટના ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. હવે યુઝર્સ કાર્તિક આર્યનને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કાર્તિક આર્યન આકાશી રંગના શર્ટમાં ઈન્ડિગો ફ્લાઈટના ઈકોનોમી ક્લાસમાં પોતાની સીટ શોધી રહ્યા છે.

અભિનેતા થયા ટ્રોલ: બીજી બાજુ તમે તેમની આસપાસ સામાન્ય લોકોને જોઈ રહ્યા છો. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં જ યુઝર્સે કાર્તિક આર્યનને ઘેરવાનું શરૂ કરી દીધું હતું. યુઝર્સનું કહેવું છે કે, બોલિવુડ એક્ટર્સ દ્વારા ફિલ્મ પ્રમોશનનો આ નવો ટ્રેન્ડ છે. અગાઉ કૃતિ સેનન કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ શહજાદાના પ્રમોશન દરમિયાન ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતી જોવા મળી હતી.

કાર્તિક-કિયારાની જોડી: 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો તેના નિર્માતા સાજિદ નડિયાદવાલા છે. આ ફિલ્મનું નિર્દેશન સમીર વિધ્વાંસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ તારીખ 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ પહેલા કાર્તિક અને કિયારા ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'માં સાથે કામ કરી ચૂક્યા છે. કાર્તિક કિયારા બીજી વખત સાથે જોવા મળશે.

  1. Urvashi Rautela : ઉર્વશી રૌતેલા ફ્લાઈટમાં Iphone ભૂલી ગઈ, પછી એરલાઈન્સને અપીલ કરી
  2. Emergency: 24મી નવેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થશે ફિલ્મ 'ઈમરજન્સી', જુઓ ટીઝર
  3. Bigg Boss Ott 2: રકુલ પ્રીત સિંહ પહેલી 'વીકેન્ડ કા વાર'માં જોવા મળશે, સલમાનનો એક્શન અવતાર હશે ખાસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.