હૈદરાબાદ: આજે આખો દેશ આપણા સૈનિકોની બહાદુરી અને શહાદતને શ્રદ્ધાંજલિ અપી રહ્યાં છે. જેમણે તારીખ 26 જુલાઈ 1999ના રોજ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનની સેનાને હાર આપી હતી. પાકિસ્તાન પર ભારતની આ જીતથી તારીખ 26 જુલાઈને કારગિલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય સિનેમામાં સયતાંરે આપણી સેનાની તાકાત જોવા મળી છે. ભારતીય સેના અને દેશભક્તિ વિશે ભારતીય સિનેમામાં આવી ફિલ્મો બની છે. આ ફિલ્મ દેશવાસીઓમાં દેશભક્તિની ભાવના જગાડે છે. આવી સ્થિતિમાં બોલિવુડ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર શહીદ જવાનોને યાદ કર્યા છે. આ સાથે દેશભક્તિ જગાડનારી આગામી ફિલ્મ આવી રહી છે, જેની ચર્ચા કરવી ઘટે.
-
With gratitude in heart and prayer on the lips, remembering our bravehearts who attained martyrdom in Kargil War 🙏 We live because of you. #KargilVijayDiwas pic.twitter.com/9D4AVzGPjf
— Akshay Kumar (@akshaykumar) July 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">With gratitude in heart and prayer on the lips, remembering our bravehearts who attained martyrdom in Kargil War 🙏 We live because of you. #KargilVijayDiwas pic.twitter.com/9D4AVzGPjf
— Akshay Kumar (@akshaykumar) July 26, 2023With gratitude in heart and prayer on the lips, remembering our bravehearts who attained martyrdom in Kargil War 🙏 We live because of you. #KargilVijayDiwas pic.twitter.com/9D4AVzGPjf
— Akshay Kumar (@akshaykumar) July 26, 2023
અક્ષય કુમાર: અક્ષય કુમારે લખ્યું છે કે, ''હ્રુદયમાં પ્રેમ અને હોઠ પર પ્રાર્થના. હું કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા અમારા બહાદુરોને યાદ કરું છું. અમે તમારા કારણે જીવીએ છીએ.''
-
Remembering the unparalleled sacrifices and valour of the Indian Armed Forces on #KargilVijayDiwas. Back home in Noida my Mama completed a 20km cycling marathon organised in their memory. Never shall we forget the supreme service of the heroes of the Kargil War.… pic.twitter.com/5hm1YOwXAs
— Nimrat Kaur (@NimratOfficial) July 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Remembering the unparalleled sacrifices and valour of the Indian Armed Forces on #KargilVijayDiwas. Back home in Noida my Mama completed a 20km cycling marathon organised in their memory. Never shall we forget the supreme service of the heroes of the Kargil War.… pic.twitter.com/5hm1YOwXAs
— Nimrat Kaur (@NimratOfficial) July 26, 2023Remembering the unparalleled sacrifices and valour of the Indian Armed Forces on #KargilVijayDiwas. Back home in Noida my Mama completed a 20km cycling marathon organised in their memory. Never shall we forget the supreme service of the heroes of the Kargil War.… pic.twitter.com/5hm1YOwXAs
— Nimrat Kaur (@NimratOfficial) July 26, 2023
નિમ્રત કૌર: નિમ્રત કૌરે જણાવ્યું છે કે, ''કારગિલ વિજય દિવસ 2023 પર ભારતીય સશસ્ત્ર દળોના અનુપમ બલિદાન અને બહાદુરીને યાદ કરીને, નોઈડામાં મારા મામાએ ઘરે પાછા આવીને તેમની યાદમાં આયોજિત 20 કિલોમીટરની સાઈકલિંગ મેરેથોન પૂરી કરી છે. અમે કારગિલ યુદ્ધના નાયકોની સર્વોચ્ચ સેવાને ક્યારેય ભૂલિશું નહિં.''

અભિષેક બચ્ચન: અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, ''કારગિલમાં શહીદ થયેલા એ વીરોને સલામ, જેમણે આપણી સુરક્ષા માટે વીરગતિ પ્રપ્ત કરી.''
આગામી ફિલ્મો:
સામ બહાદુર: વિકી કૌશલ અભિનીત ફિલ્મ 'સામ બહાદુર' ચાલુ વર્ષની તારીખ 1 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. મેઘના ગુલઝાર દ્વારા નર્દેશિત આ ફિલ્મમાં વિકી કૌશલ ભારતીય સેનાના ફિલ્ડ માર્શલ સેમ મામેકશાની ભૂમિકા ભજવતા જોવા મળશે. તેઓ 'સામ બહાદુર' તરીકે જાણીતા હતા. વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ આર્મી ચીફ હતા અને તેમના નેતૃત્વમાં ભારતે આ યુદ્ધ જીત્યું હતું.
એ વતન મેરે વતન: સારા અલી ખાન પ્રથમ વખત દેશભક્તિની ફિલ્મમાં જોવા મળશે. સારાને લઈને ફિલ્મ 'એ વતન મેરે વતન'ની જાહેરાત ઘણા સમય પહેલા કરી દીધી છે. સારા અલી ખાન આ ફિલ્મમાં મહિલા સ્વાતંત્ર્ય સેનાની ઉષા મહેતાની ભૂમિકામાં જોવા મળશે. જેમણે ભારતની આઝાદીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મની સ્ટોરી વર્ષ 1942માં થયેલા ભારત છોડો આંદોલન પર આધારિત છે. ઉષા મહેતા સિક્રેટ ઓરપરેટર બનીને દેશની આઝાદી માટેના યુદ્ધમાં જોડાયા હતા.