નવી દિલ્હી: બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત 'ચંદ્રયાન'ની સફળતાથી ખુબ જ ખુશ છે. કંગનાએ રવિવારે 'ચંદ્રયાન 3'ની સફળતા પાછળ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની અગ્રણી મહિલા વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી. તેમણે પ્રશંસા કરતા કહ્યું હતું કે, ''તેઓ 'સાદું જીવન' અને ઉચ્ચ 'વિચારો'નાં પ્રતિક છે. ISROએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 'ચંદ્રયાન 3'નું સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું છે.
ISROના મહિલા વૈજ્ઞાનિકોની તસવીર: ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર કંગનાએ ISROના મહિલા વૈજ્ઞાનિકોની એક તસવીર શેર કરી છે, જેમાં મહિલાઓ સાડીમાં સજ્જ હતા. તેઓ ભારતીય પરંપરાગત સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેમણે તસવીર શેર કરીને કેપ્શન આપ્યું છે કે, ''ભારતની અગ્રણી મહિલા વૈજ્ઞાનિકો, તે તમામ બિંદી, સિંદૂર અને મંગલસૂત્ર સાથે. સાદું જીવન અને ઉચ્ચ વિચારનું પ્રતિક. ભારતીયતાનો સાચો સાર.'' આ સાથે તેમણે ભારતીય ધ્વજની ઈમોજી પણ શેર કરી છે.
ચંદ્રયાન 3નુ સફળ લેન્ડિંગ: ISROએ ભારતને ઐતિહસિક સિદ્ધિ અપાવી છે. આશરે 615 કરોડના ખર્ચે ઈશરોએ ચંદ્ર પર 'ચંદ્રયાન 3'નુ સફળ લેન્ડિંગ કર્યું છે. હવે ભારત આ સિદ્ધી મેળવનાર વિશ્વનો 4થો દેશ બની ગયો છે. રશિયાનું લુના-25 નિષ્ફળ ગયું હતું, ત્યાર બાદ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બની ગયો છે.
કંગના રનૌતનો આગામી પ્રેજેક્ટ: બોલિવુડની અભિનેત્રી કંગના રનૌત 'ચંદ્રમુખી 2'માં જોવા મળશે, જેમાં રાઘવ લોરેન્સ પણ સામેલ છે. આ ફિલ્મ રજનીકાંત અને જ્યોતિકા અભિનીત બ્લોકબસ્ટર તમિલ ફિલ્મ 'ચંદ્રમુખી'ની સિક્વલ છે. અભિનેત્રી પાસે સર્વેશ મેવાડાની 'તેજસ' છે, જે તારીખ 20 ઓક્ટોમ્બરે રિલીઝ થઈ શકે છે. આ ઉપરાંત 'ઈમરજન્સી' પણ તેમની પાસે છે. 'ઈમરજન્સી'માં અનુપમ ખેર, દિવગંત સતીશ કૌશિક અને મિલિંદ સોમન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ તારીખ 24 નવેમ્બરના રોજ રિલીઝ થશે.
(IANS)