હૈદરાબાદ: શનિવારે કંગના રનૌતે સોશિયલ મીડિયા પર કરણ જોહર પર તેમની તાજેતરની ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' પર આકરા પ્રહારો કર્યા હતા. કંગનાએ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મને 'ડેઈલી સોપ' તરીકે ગણાવી છે. એટલુ જ નહિં પરંતુ કરણને સલાહ આપી છે કે, ફિલ્મ નિર્માતાઓ માટે માર્ગ મોકળો કરવા કહ્યું, જેઓ ક્રાંતિકારી ફિલ્મો બનાવી શકે.
કંગનાએ કર્યો પ્રહાર: કંગના રનૌત ઘણી વખત પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવી છે. તાજેતરમાં તેમણે કરણ જોહરને લઈને ઈન્સ્ટા પર નોંધ શેર કરી છે. કરણ જોહર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની તારીખ 28 જુલાઈના રોજ સિનમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મે ભારતમાં ઓપનિંગ ડે પર 11.10 કરોડ રુપિયાની કમાણી કરી છે. સપ્તાહના અંતે આ ફિલ્મ વધુ મજબૂત બનવા જઈ રહી છે, ત્યારે કંગનાએ કરણના દિગ્દર્શનની કુશળતાથી ખુશ નથી.
ફિલ્મ અંગે ટિપ્પણી: સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મ નિર્માતા કરણ જોહર પર નવો હુમલો કર્યો છે. કંગનાએ ઈન્સ્ટા સ્ટોરી પર કરણ જોહરની ફિલ્મની ટીકા કરી છે. તેમણે લખ્યું છે કે, ''250 કરોડ રુપિયાના બજેટમાં બનેલી ફિલ્મ છે, પરંતુ તે એક ટેલિવિઝન ડ્રામા કરતાં વધુ કંઈ નથી.'' અભિનેત્રીએ કરણને દિગ્દર્શકની ખુરશી પરતી નીચે ઉતરવા કહ્યું અને જેઓ ક્રાંતિકારી ફિલ્મ બનાવવા માંગે છે એવા યુવા ફિલ્મ નિર્માતાએને માર્ગ બતાવવા માટે સલાહ આપી છે.'
કંગનાનું નિવેદન: અન્ય ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કંગનાએ રણવીરને ધર્મેન્દ્ર અને દિવંગત વિનોદ ખન્ના જેવા ભૂતકાળના સ્ટાર્સ પાસેથી પ્રેરણા લેવા કહ્યું છે. ભારતીય લોકો પોતાને હીરો કહેતા કાર્ટૂન દેખાતા વ્યક્તિને ઓળખી શકતા નથી. કંગનાએ કરણ અને તેમની નજીકના લોકો પર આકરા પ્રહારો કર્યા હોય તેવુ આ પહેલી વખત બન્યું નથી. આ પહેલા પણ કરણ જોહરને લઈને કંગના ચર્ચામાં રહી છે.