ETV Bharat / entertainment

Kajol The Trial: કાજોલ સોશિયલ મીડિયા પર પાછી ફરી, અભિનેત્રી વેબ સિરીઝ 'ધ ટ્રાયલ'માં જોવા મળશે - બોલિવુડ અભિનેત્રી કાજોલ

પીઢ અભિનેત્રી કાજોલે અચાનક ઈન્સ્ટાગ્રામથી અંતર બનાવીને ચાહકોને ચિંતામાં મૂકી દીધા હતા. હવે અભિનેત્રી ચાહકો માટે મોટા સરપ્રાઈઝ સાથે ઈન્સ્ટાગ્રામ પર પાછી ફરી છે. અભિનેત્રીની વેબ સિરીઝ 'ધ ટ્રાયલ'નાં ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. આ વેબ સિરીઝમાં કોજોલ વકીલની ભૂમિકામાં જોવા મળશે.

કાજોલ સોશિયલ મીડિયા પર પાછી ફરી, અભિનેત્રી વેબ સિરીઝ 'ધ ટ્રાયલ'માં જોવા મળશે

author img

By

Published : Jun 10, 2023, 1:30 PM IST

મુંબઈઃ તારીખ 9 જૂને બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી કાજોલે ઈન્સ્ટાગ્રામ પરથી અચાનક તમામ પોસ્ટ ડિલીટ કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. કાજોલે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં અભિનેત્રીએ જણાવ્યું કે, તે જીવનમાં એક મુશ્કેલ કેસમાંથી પસાર થઈ રહી છે. આ પછી કાજોલના ચાહકો ચિંતિત થઈ ગયા અને અભિનેત્રીને ધ્યાન રાખવાનું કહેવા લાગ્યા હતા.

પોસ્ટ ટિલીટનું કારણ: ઘણા ટ્રોલર્સે કાજોલના આ કૃત્યને તેની આગામી વેબ-સિરીઝ માટે પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો. હવે કાજોલે ઈન્સ્ટાગ્રામ પરથી તમામ પોસ્ટ ડિલીટ કરવાનું કારણ આપ્યું છે અને એક મોટા સરપ્રાઈઝની સાથે કાજોલ સોશિયલ મીડિયા પર પાછી ફરી છે. તારીખ 9 જૂનની સાંજે કાજોલે ખુલાસો કર્યો કે, તેણે સોશિયલ મીડિયા પરથી તમામ પોસ્ટ કેમ ડિલીટ કરી દીધી હતી. કાજોલે તેમની આગામી વેબ-સિરીઝ 'ધ ટ્રાયલ'ના ઈન્સ્ટન્ટ પ્રમોશન માટે આ કર્યું હતું.

અભિનેત્રીની પોસ્ટ: કાજોલ તેમની નવી સિરીઝમાં મહિલા વકીલની ભૂમિકામાં જોવા મળશે. કાજોલની આ સિરીઝનું ટ્રેલર તારીખ 12 જૂને ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. પોતાની નવી વેબ-સિરીઝની જાહેરાત કરતા કાજોલે તેની પોસ્ટમાં લખ્યું, "કડક ટ્રાયલ, જેમાં તમે સરળતાથી પાછા ન આવી શકો, 12 જૂને મારા કોર્ટરૂમ ડ્રામા, ધ ટ્રાયલ, પ્યાર કાનૂન ધોખાનું ટ્રેલર જુઓ."

સિરીઝ સ્ટોરી: કાજોલની 'ધ ટ્રાયલ' એ જ નામની અમેરિકન કોર્ટરૂમ સિરીઝનું રૂપાંતરણ છે. જેમાં અભિનેત્રી જુલિયાના માર્ગુલીસે મહિલા વકીલની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2016માં રિલીઝ થયેલી આ સિરીઝની 7 સીઝન હતી. બીજી તરફ કાજોલની 'ધ ટ્રાયલ'ની વાત કરીએ તો તેને સુપરણ વર્માએ બનાવી છે. આ સિરીઝની વાર્તામાં કાજોલ એક વકીલનો કાળો કોટ પહેરે છે. જ્યારે તેનો પતિ એક કૌભાંડમાં ફસાયેલો હોય છે. આવી સ્થિતિમાં કાજોલ પોતે જ તેના પતિનો કેસ લડે છે.

  1. Tiger Shroff Mother Ayesha: ટાઈગર શ્રોફની માતાએ છેતરપિંડીનો કર્યો કેસ, જાણો શું છે મામલો
  2. Box Office Collection: વિકી સારાની ફિલ્મે 40 કરોડની કમાણી કરી, શુટિંગ ખર્ચ પૂરો
  3. Interview: શૈલેન્દર વ્યાસની 'રાજા પૃથુ રાય' પર બનેલી ફિલ્મ, શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.