ETV Bharat / entertainment

Champions of Change Award 2021: જુહી ચાવલા, આર. માધવન ચેમ્પિયન્સ ઓફ ચેન્જ એવોર્ડથી સન્માનિત, જુઓ વીડિયો - જૂહી ચાવલા ચેમ્પિયન્સ ઓફ ચેન્જ એવોર્ડથી સન્માનિત

બોલિવુડની અભિનેત્રી જુહી ચાવલા અને અભિનેતા આર. માધવનને પુર્વ રાષ્ટ્રપતિ રામાનાથ કોવિંદના હસ્તે દેશની રાજધાનીમાં ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ 2021 આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ મ્ળ્યા બાદ એની ખુશી વ્યક્ત કરતા અભિનેત્રી અને અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. જુઓ અહિં વીડિયો.

Champions of Change Award 2021: આર. માધવન ચેમ્પિયન્સ ઓફ ચેન્જ એવોર્ડથી સન્માનિત

author img

By

Published : Feb 27, 2023, 9:44 AM IST

Updated : Feb 27, 2023, 9:52 AM IST

મુંબઈઃ બોલિુડની અભિનેત્રી જુહી ચાવલા અને અભિનેતા આર. માધવનને દિલ્હીમાં ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચાવલા અને માધવનને પુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અભિનેતા અને અભિનેત્રીએ આ અંગેની પોસ્ટ સોશિયલ મીડીયા પર શેર કરી છે. આ દરમિયાન પોસ્ટ શેર કરીને જેમણે સાથ અને સહકાર આપ્યો છે, તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: Nawazuddin Siddiqui: આલિયાએ નવાઝુદ્દીન સામે પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધાવી, વીડિયો કર્યો શેર

ચેમ્પિયન્સ ઓફ ચેન્જ એવોર્ડ: બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલા અને અભિનેતા આર. માધવનને રવિવારે નવી દિલ્હીમાં ચેમ્પિયન્સ ઓફ ચેન્જ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જુહી ચાવલા અને માધવને રાજધાનીના વિજ્ઞાન ભવનમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી આ વિશેષ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. અભિનેત્રી અને અભિનેતાએ આ સમારોહની કેટલીક ઝલક સોશિયલ મીડિયા પર શેર કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

અભિનેત્રીએ વ્યકત્ કર્યો આભાર: અભિનેત્રી જુહી ચાવલાએ રવિવારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એવોર્ડ સમારોહની એક વીડિયો ક્લિપ શેર કરી, જેમાં તેણે કેપ્શન લખ્યું છે કે, 'દરેક ચેમ્પિયનની પાછળ એક ટીમ હોય છે, જે તેને ચેમ્પિયન બનવા માટે તૈયાર કરે છે. દરેક વ્યક્તિનો આભાર માનું છું જેણે મારા જીવનને સ્પર્શ કર્યો. મને શીખવામાં, વિકાસ કરવામાં મદદ કરી અને સમાજ માટે મારાથી બને તે રીતે મને ટેકો આપ્યો. આદરણીય અને નમ્ર.' જૂહીની આ પોસ્ટ પર ટિપ્પણી કરતા રવિના ટંડને અભિનંદન પાઠવ્યા છે. પ્રખ્યાત ગાયિકાઓ અલકા યાજ્ઞિક, મનીષા કોઈરાલા અને અન્યોએ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. અભિનેત્રી જુહી ચાવલા, જેણે હિન્દી સિનેમામાં ફિલ્મ 'સલ્તનત' અને 'રોકેટરીઃ ધ નામ્બી ઇફેક્ટ'થી ડેબ્યૂ કર્યું હતું.

આ પણ વાંચો: Selfiee Box Office Collection : ફિલ્મ 'સેલ્ફી' માટે રાહત, જાણો બીજા દિવસે કેટલી કમાણી.

અભિનેતાએ વ્યકત્ કર્યો આભાર: આર. માધવને પણ આ યાદગાર ક્ષણને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે, તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાનની કૃપા.' કોમેડિયન ઝાકિર ખાન, બોલિવૂડ અભિનેત્રી શમિતા શેટ્ટી, રોહિત રોય અને અન્ય કલાકારો અને ચાહકોએ અભિનેતાની આ પોસ્ટ પર અભિનંદન પાઠવ્યા છે. આ એવોર્ડ કોને મળે છે ચેમ્પિયન્સ ઓફ ચેન્જ એ ગાંધીવાદી મૂલ્યો, સમુદાય સેવા અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવા માટેનો ભારતીય પુરસ્કાર છે. તેની સ્થાપના વર્ષ 2011માં કરવામાં આવી હતી.

Last Updated : Feb 27, 2023, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.