ETV Bharat / entertainment

Jr NTR birthday: કેનેડા, જાપાનના ચાહકોએ Jr NTRનો જન્મદિવસ આ રિતે મનાવ્યો, વીડિયો જુઓ

'RRR' સ્ટાર જુનિયર NTR આજે તેમનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. અભિનેતાના આ જન્મદિવસના ખાસ અવસર પર તેમના ચાહકો સોશિયલ મીડિાયા પર શુભેચ્છા પાઠવી રહ્યાં છે. આ ઉપરાંત કેનેડા અને જાપાનમાં જુનિયર એનટીઆરના ચાહકોએ તેમનો જન્મદિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવ્યો છે. જુઓ અહિં વીડિયો.

author img

By

Published : May 20, 2023, 5:01 PM IST

RRR સ્ટાર જુનિયર NTR આજે તેમનો 40મો જન્મદિવસ ઉજવે છે

હૈદરાબાદ: અભિનેતા નંદામુરી તારકા રામા રાવ જુનિયર, જે જુનિયર એનટીઆર તરીકે પ્રખ્યાત છે. તે તારીખ 20 મેના રોજ 40મો બર્થ ડે હોવાથી વિશ્વભરમાંથી તેના ચાહકો તરફથી ઘણી ઉજવણીઓ જોવા મળી હતી. તેલુગુ સ્ટારને તેના ચાહકો ખૂબ જ પ્રેમ કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના જન્મદિવસની શુભેચ્છાઓ આવી રહી છે. કેનેડા અને જાપાનના ચાહકો પણ ઓનલાઈન સામે આવેલા વીડિયોમાં તેના ખાસ દિવસની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરતા જોવા મળે છે.

અન્ય દેશમાં ઉજવણી: એક વીડિયોમાં જુનિયર એનટીઆરના જાપાની ચાહકો અભિનેતાના જન્મદિવસની ઉજવણી તેમના કટઆઉટ્સ પ્રદર્શિત કરીને અને સમગ્ર જગ્યાને મીણબત્તીઓ અને કેકથી સુશોભિત કરીને ઉજવતા જોવા મળે છે. અન્ય એક વિડિયોમાં કેનેડિયન ચાહકો જુનિયર એનટીઆરના ધ્વજ પકડીને તેમને 'હેપ્પી બર્થડે'ની શુભેચ્છા પાઠવતા જોઈ શકાય છે. આ વીડિયોમાં તેઓ ખુશ થઈ રહ્યા હતા. વીડિયો સ્પષ્ટપણે દર્શાવે છે કે, અભિનેતા પ્રત્યે તેના ચાહકો કેટલો પ્રેમ કરે છે.

અભિનેતાની આગામી ફિલ્મ: NTR પ્રેમીઓ માટે આ વર્ષ ખૂબ જ ખાસ છે. કારણ કે, આનંદ કરવાના બે મહત્વપૂર્ણ કારણો છે. એક તરફ 'RRR'ની વૈશ્વિક સફળતા અને બીજી બાજુ અભિનેતા વર 2 ફિલ્મ સાથે બોલિવુડમાં ડેબ્યુ કરી રહ્યાં છે. તેઓ હવે બોલિવુડના સુપરસ્ટાર સાથે જોવા મળવાના છે. અભિનેતા યશ રાજ ફિલ્મ્સ દ્વારા બેંકરોલ કરાયેલ સ્પાય એક્શન થ્રિલરમાં હૃતિક રોશન સાથે જોવા મળશે. એડ્રેનાલિન-પમ્પિંગ એક્શન એક્સ્ટ્રાવેગેન્ઝાનું સંચાલન અયાન મુખર્જી કરશે. વધુમાં તેમની આગામી ફિલ્મો NTR30 અને NTR31 છે.

આ પણ વાંચો:

  1. Huma qureshi: હુમા કુરેશીની બાયોપિક ફિલ્મ 'તરલા' OTT પ્લેટફોર્મ પર જોવા મળશે, જાણો રિલીઝ ડેટ
  2. Jr NTR birthday: જુનિયર NTRનો જન્મદિવસ છે, ફિલ્મ 'વોર-2' સ્ટાર હૃતિક રોશને પાઠવી શુભેચ્છા
  3. Adipurush New Song: 'આદિપુરુષ'નું ગીત જય શ્રી રામ આઉટ, ફિલ્મ 16મી જૂને સિનેમાઘરો થશે રિલીઝ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.