જબલપુર: લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણા સમયથી રિવર્સ ચાલી રહ્યો છે. ઘણા કલાકારો આ શો છોડી ચૂક્યા છે અને ભૂતકાળમાં એક કલાકારના મૃત્યુને કારણે શોની ગરિમા ઘટી હતી. આ સાથે જ શોમાં પોતાની વાર્તાઓથી દર્શકોનું મનોરંજન કરનાર કલાકાર શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું છે. હાલમાં જ શોમાં રોશન સોઢીનું પાત્ર ભજવતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો હતો. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. હવે જેનિફરે એક વીડિયો જાહેર કરીને શોના નિર્માતાઓને મોટો સંદેશ આપ્યો છે.
-
#WATCH जो लोग बोल रहे हैं कि असित मोदी ने मेरे साथ यौन संबंध बनाए हैं मैं कहना चाहती हूं ऐसा कुछ नहीं है उन्होंने बस मेरे से ऐसी चीजे बोली हैं। पुलिस जांच कर रही है। मैंने नोटिस में कुछ झूठ नहीं बोला है: टीवी कलाकार जेनिफर मिस्त्री, जबलपुर pic.twitter.com/qjgDVDama8
— ANI_HindiNews (@AHindinews) May 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH जो लोग बोल रहे हैं कि असित मोदी ने मेरे साथ यौन संबंध बनाए हैं मैं कहना चाहती हूं ऐसा कुछ नहीं है उन्होंने बस मेरे से ऐसी चीजे बोली हैं। पुलिस जांच कर रही है। मैंने नोटिस में कुछ झूठ नहीं बोला है: टीवी कलाकार जेनिफर मिस्त्री, जबलपुर pic.twitter.com/qjgDVDama8
— ANI_HindiNews (@AHindinews) May 15, 2023#WATCH जो लोग बोल रहे हैं कि असित मोदी ने मेरे साथ यौन संबंध बनाए हैं मैं कहना चाहती हूं ऐसा कुछ नहीं है उन्होंने बस मेरे से ऐसी चीजे बोली हैं। पुलिस जांच कर रही है। मैंने नोटिस में कुछ झूठ नहीं बोला है: टीवी कलाकार जेनिफर मिस्त्री, जबलपुर pic.twitter.com/qjgDVDama8
— ANI_HindiNews (@AHindinews) May 15, 2023
જેનિફર મિસ્ત્રી બંસીવાલનો વીડિયો: જેનિફર મિસ્ત્રીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેમણે કહ્યું છે કે, ''જે લોકો એવું કહી રહ્યા છે કે અસિત મોદીએ મારી સાથે સેક્સ કર્યું હતું, હું કહેવા માંગુ છું કે એવું કંઈ નથી, તેઓએ મને આવી વાતો કહી. પોલીસ તપાસ કરી રહી છે. મેં નોટિસમાં ખોટું બોલી નથી.'' વધુમાં જેનિફરે જણાવ્યું હતું કે, ''પોલીસ સ્ટેશનમાં નોટિશ પહોંચી ગઈ છે. હું મુંબઈ જઈશ ત્યારે FIR કરીશ.'' આ સાથે એમ પણ જણાવ્યું હતું કે, તેમને કહેવું પડશે સોરી.''
આ પણ વાંચો:
અસિત મોદીની પ્રતિક્રિયા: જણાવી દઈએ કે જેનિફર છેલ્લા 15 વર્ષથી રોશન સોઢીના રોલમાં આ શો સાથે જોડાયેલી હતી અને હવે તેણે આ શો છોડી દીધો છે. આ સાથે જ અસિત મોદીએ પણ આ મામલે મૌન તોડતા અભિનેત્રી સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી. શો મેકર્સનું પણ કહેવું છે કે, જેનિફર દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે અને તેમાં કોઈ સત્ય નથી. નિર્માતાઓએ એમ પણ કહ્યું હતું કે, સેટ પર લાંબા સમયથી જેનિફરનું વર્તન ખરાબ હતું, જેના કારણે તેનો શો સાથેનો સંપર્ક ખતમ કરવો પડ્યો હતો.