ETV Bharat / entertainment

Jawan Box Office Collection: શાહરુખની 'જવાન' 13માં દિવસે 500 કરોડનો આકડો કરશે પાર, ફિલ્મની કમાણીમાં ઘટાડો થવાની શક્યતા - જવાન 13 દિવસ બોક્સ ઓફિસ

સુપરસ્ટાર શાહરુખ ખાનની એક્શનથી ભરપૂર ફિલ્મ જવાન ભારતમાં તેમના 13માં દિવસે 500 કરોડનો આકડો પાર કરે તેવી શક્યતા છે. જોકે, 13માં દિવસે જવાનની કમાણીમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે. એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મને ચાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

શાહરુખની જવાન 13માં દિવસે 50 કરોડનો આકડો કરશે પાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 11:16 AM IST

હૈદરાબાદ: બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જવાન' બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. એટલી કુમાર દ્વારા નિર્દેશિત એક્શન થ્રિલર ફિલ્મ વધુ એક માઈલસ્ટોન પાર કરવા જઈ રહી છે. તારીખ 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયા પછી 'જવાને' થિયેટરમાં દર્શકોને પ્રભાવિત કરીને પકડ જમાવી રાખી છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના અહેવાલ મૂજબ, 13માં દિવસે 'જવાન'ની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

જવાન બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 13: એક્શનથી ભરપૂર 'જવાન' ફિલ્મે થિયેટરોમાં પ્રથમ 12 દિવસ દરમિયાન ભારતમાં આશરે 491.63 કરોડની કમાણી કરી હતી. સેકનિલ્કના અહેવાલ મૂજબ પ્રારંભિક અંદાજો સુચવે છે કે, કિંગ ખાનની 'જવાન' 13માં દિવસે સ્થાનિક બોક્સ ઓફિસ પર 12.16 કરોડની કમાણી કરે તેવી શક્યતા છે. આ સાથે 'જવાન'ની કુલ કમાણી આશરે 505.54 કરોડ થઈ શકે છે. આ ખરેખર એક મહત્વપૂર્ણ ઘટના હંશે, કારણ કે, ફિલ્મ 'પઠાણ'ના રેકોર્ડને તોડીને થિયેટર રનના માત્ર 13 દિવસમાં રુપિયા 500 કરોડનો આકડો પાર કરશે. શારરુખ ખાનની અગાઉ રિલીઝ થયેલી ફિલ્મ 'પઠાણે' 23 દિવસમાં 505.85 કરોડની સિદ્ધી હાંસલ કરી હતી.

ચાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો: 'જવાન'ને દેશભરના ચાહકો અને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. 'જવાન' સક્સેસ પ્રેસ મીટ દરમિયાન ફિલ્મ નિર્માતા એટલીએ ખુલાસો કર્યો કે, ફિલ્મનું બજેટ લગભગ 300 કરોડ રુપિયાથી વધુ છે. આ ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા છે. 'જવાન'માં શાહરુખ ખાન ઉપરાંત નયનતારા, વિજય સેતુપતિ, દીપિકા પાદુકોણ અને સંજય દત્ત સામેલ છે. શાહરુખ ખાને સાઉથના બે સ્ટાર્સ નયનતારા અને વિજય સેતુપતિ સાથે પ્રથમ વખત કામ કર્યું છે. 'જવાન' સાથે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણીની જોડીનો જાદુ બોક્સ ઓફિસ પર છવાઈ ગયો છે.

  1. Alia Bhatt Video: આલિયા ભટ્ટે બહેન શાહીન સાથે આકાંશા રંજન કપૂરના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી, વીડિયો આવ્યો સામે
  2. Aditya Ananya Upcoming Movie: આ ફિલ્મમાં સાથે જોવા મળી શકે છે આદિત્ય રોય કપૂર અનન્યા પાંડે
  3. Jaane Jaan Screening: વિજય વર્મા તમન્ના ભાટિયા 'જાને જાન' ફિલ્મની સ્ક્રીનિંગમાં એકસાથે જોવા મળ્યા, જુઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.