હૈદરાબાદ: બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' ભારતમાં બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. 'જવાને' થિયેટરોમાં રિલીઝ થઈને ફક્ત 5 દિવસમાં જ 300 કરોડ રુપિયાનો આકડો પાર કર્યો હતો. જો કે, અન્ય દિવસોની સરખામણીમાં એક્શન થ્રિલર ફિલ્મની કમાણીમાં છઠ્ઠા દિવસે ઘટાડો થવાની શક્યતા છે. તો ચાલો ફિલ્મના 5 દિવસના બોક્સ ઓફિસ કલેક્શન પર એક નજર કરીએ.
જવાન ફિલ્મનું પાંચ દિવસનું કલેક્શન: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, 'જવાને' તેના શરુઆતના દિવસે દેશભરમાં આશ્ચર્યજનક 75 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. બીજા દિવસે 53.23 કરોડ, ત્રીજા દિવસે 77.83 કરોડ અને ચોથા દિવસે 80.1 નેટ કલેક્શન કર્યું હતું. જે કે, પાંચમાં દિવસે 30.5 કરોડનું નેટ કલેક્શન સાથે કમાણીમાં ઘટાડો થયો હતો. પ્રારંભિક અંદાજ મુજબ, છઠ્ઠા દિવસે 27.56 કરોડની કમાણી કરી શકે છે. આ સાથે પ્રારંભિક અંદાજ મુજબ, લગભગ કુલ 344.22 કરોડની નેટ કમાણી કરી શકે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
જવાન ફિલ્મની સ્ટારકાસ્ટ: આ ફિલ્મમાં શાહરુખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં છે. સાઉથના બે સ્ટાર્સ નયનતારા અને વિજય સેતુપતિ બન્નેએ કિંગ ખાન સાથે પ્રથમ વખત સાથે કામ કર્યું છે. શાહરુખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સંજય દત્ત પણ સામેલ છે. એક્શનથી ભરપૂર ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી ગિરિજા ઓક, સંજીતા ભટ્ટાચાર્ય, લેહર ખાન, આલિયા કુરેશી, રિદ્ધિ ડોગરા અને સુનીલ ગ્રોવર પણ સામેલ છે. તારીખ 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી અને એટલીના નિર્દેશનમામં બનેલી ફિલ્મ જવાન સારી કમાણી કરી રહી છે.