ETV Bharat / entertainment

Jawan Advance Booking: શાહરુખ ખાનની 'જવાન' ફિલ્મે બનાવ્યો નવો રેકોર્ડ, 7 લાખથી વધુ ટિકિટો વેચાઈ

બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' એડવાન્સ બુકિંગમાં સારુ પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા અગાઉથી ટિકિટના વેચાણમાં 26 કરોડથી વધુની કમાણી કરી છે. એટલી દ્વારા નિર્દેશિત એક્શન થ્રિલર ફિલ્મ આવતીકાલે વૈશ્વિક સ્તરે રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ નવો રેકોર્ડ બનાવવા માટે આગળ વધી રહી છે.

જવાન અત્યાર સુધી એડવાન્સ બુકિંગ
જવાન અત્યાર સુધી એડવાન્સ બુકિંગ
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 12:54 PM IST

હૈદરાબાદ: અભિનેતા શાહરુખ ખાનની આતુરતાથી રાહ જોવાતી ફિલ્મ 'જવાન' તારીખ 7 સપ્ટેમ્બરે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર રિલીઝ થવા માટે તૈયાર છે. 'જવાન' ફિલ્મને થિયેટરોમાં જોવા માટે એડવાન્સ બુકિંગને લઈને ઘણો હોબાળો થયો છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્ક દ્વારા 'જવાન' ફિલ્મના એડવાન્સ બુકિંગના આકડા નોંધવામાં આવ્યા છે. સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, હિન્દી ફિલ્મોના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખવાની ધારણા છે. વધુમાં એક ફિલ્મ ડ્રેડ વિશ્લેષકના જણાવ્યા અનુસાર, શાહરુખ ખાનની ફિલ્મે શરુઆતના દિવસે લગભગ 1 મિલિયન ટિકિકો વેચી છે.

જવાનની 7 લાખથી વધુ ટિકિટો વેચાઈ: તાજેતરના અહેવાલ અનુસાર, 'જવાને' 7 લાખથી વધુની ટિકિટો વેચી છે. એક્શન થ્રિલર ફિલ્મ 'જવાને' ભારતમાં પ્રભવશાળી પ્રદર્શન દરમિયાન 26.45 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. હવે 'જવાન' હિન્દી 2D માર્કેટમાં 8,45,594 ટિકિટો અને IMAX સ્ક્રીનિંગ માટે વધારાની 14,683 ટિકિટો વેચી છે. મંગળવારે ટ્રેડ વિશ્લેષક મનોબાલા વિજયબાલને X નામના એકાઉન્ટ પર લખ્યું છે કે, ''7 લાખની ટિકિટો વેચાઈ અને ભારતના તમામ થિયેટરોમાં 20 કરોડનો ગ્રોસ માર્ક પાર કર્યો છે. એકલા નેશનલ મલ્ટિપ્લેક્સમાં ઓપનિંગ ડે પર 3 લાખથી વધુ ટિકિટનું વેચાણ થયું છે.''

જવાન ફિલ્મના કલાકારો: એટલી દ્વારા નિર્દેશિત અને રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા નિર્મિત જવામાં નયનતારા, સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી, સુનીલ ગ્રોવર, યોગી બાબુ અને રિદ્ધિ ડોગરા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત શાહરુખ ખાન સાથે 'પઠાણ' ફિલ્મમાં પોતાની એક્ટિંગથી દર્શોકોને પ્રભાવિત કરનાર દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. 'જવાન' હિન્દી, તમિલ, તેલુગુ એમ ત્રમ ભાષાઓમાં જોવા મળશે.

  1. India Vs Bharat Controversy: જેકી શ્રોફે 'ઈન્ડિયા કે ભારત' નામકરણ પર પ્રતિક્રિયા આપી, જાણો શુંં કહ્યું ?
  2. Dharmendra Jawan: 'જવાન'ની રિલીઝ પહેલા ધર્મેન્દ્રએ શાહરુખ ખાન પર પ્રેમ વરસાવ્યો, જુઓ અહીં તસવીર
  3. Rakesh Roshan Birthday: રિતિક રોશનના પિતા રાકેશ રોશનનો 74મો જન્મદિવસ, જાણો નિર્દેશક સાથે જોડાયેલી ખાસ વાતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.