મુંબઈ બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની સુકેશ ચંદ્રશેખર Sukesh Chandrasekhar extortion case સામે 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. તેણીને દિલ્હીમાં ED ઓફિસમાં બોલાવવામાં આવી હતી અને તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. હવે આ કેસની ચાર્જશીટ તૈયાર થઈ ગઈ છે અને તેમાં જેકલીનનું નામ સામેલ Charge sheet against Jacqueline Fernandez હોવાની પુષ્ટિ થઈ છે.
આ પણ વાંચો 75માં સ્વતંત્રતા દિવસ નિમિતે બુર્જ ખલીફા ત્રિરંગાથી ઝગમગી ઉઠી
સુકેશ ચંદ્રશેખર ખંડણી કેસ આરોપી સુકેશ ચંદ્રશેખર 200 કરોડની ખંડણી કેસનો મુખ્ય સૂત્રધાર છે. તેની અને અભિનેત્રી જેકલીનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ ફોટો સુકેશ જામીન પર બહાર હતો ત્યારેનો હોવાનું કહેવાય છે. તે ચાર વખત ચેન્નાઈમાં જેકલીનને મળ્યો હતો, જ્યાં તેણે મુલાકાતો માટે ખાનગી જેટની વ્યવસ્થા કરી હોવાનું કહેવાય છે.
જેકલીન ફર્નાન્ડિઝ પર ગિફ્ટનો વરસાદ એવું બહાર આવ્યું છે કે જેકલીન ફર્નાન્ડિઝને સુકેશ ચંદ્રશેખરે 52 લાખ રૂપિયાનો ઘોડો અને 9 લાખ રૂપિયાની પર્સિયન બિલાડી ભેટમાં આપી હતી. ઉપરાંત, તેણે જેકલીનને ઘણી વખત મોંઘા દાગીના ગિફ્ટ કર્યા હતા. EDએ સુકેશ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં આ જાણકારી સામે આવી છે. આ ચાર્જશીટમાં જેકલીનની સાથે અન્ય અભિનેત્રી નોરા ફતેહીનું પણ નામ છે.
આ પણ વાંચો આ લવસ્ટોરી ફિલ્મમાં સિદ્ધાર્થ અને કિયારા ફરી એક થયા
આ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ 20 ઓક્ટોબરે ED સમક્ષ હાજર થઈ હતી. અગાઉ તેણે સતત ચાર વખત તપાસ અટકાવી હતી. જેકલીનનું નિવેદન કરચોરી નિવારણ કાયદા હેઠળ નોંધવામાં આવ્યું હતું. તેણીના નાણાકીય વ્યવહારો અને સુકેશ ચંદ્રશેખર સાથેની તેણીની ઓળખાણે તેને EDના રડાર પર મૂકી દીધી હતી.