ETV Bharat / entertainment

Independence Day: બોલિવુડથી લઈને ટોલિવુડ સુધી, આ સેલેબ્સે ઉજવ્યો સ્વતંત્રતા દિવસ - અજય દેવગણે પાઠવી શુભેચ્છા

આજે આખા ભારત દેશનમાં ઉત્સાહ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. બોલિવુડથી લઈને ટોલીવુડ સુધીના આ કલાકારોએ સોશિયલ મીડિયા પર આજે તસવીર શેર કરીને તેમના ચાહોકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. તો ચાલો કયા કલાકારોએ પોસ્ટ શેર કરી છે તેના પર એક નજર કરીએ.

બોલિવુડથી લઈને ટોલિવુડ સુધી, આ સેલેબ્સે ઉજવ્યો સ્વતંત્રતા દિવસ

author img

By

Published : Aug 15, 2023, 1:26 PM IST

મુંબઈ: દેશ આઝાદ થયોને આજે 76 વર્ષ થઈ ગયા છે. આ ખાસ અવસર પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ચમકતા સિતારાઓએ પોતાની આગવી શૈલીમાં ચાહકોને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી છે. બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, ટોલીવુડ અભિનેત્રી રાશિ ખન્ના, દિશા પટાની, મૌની રોય, માધુરી દીક્ષિત, દિયા મિર્ઝા, નુસરત ભરુચા, શાહિદ કપૂર, અજય દેવગણ, સામન્થા રુથ પ્રભુ, અનન્યા પાંડે, પ્રભાસ, કાજોલ અને એશા ગુપ્તા સહિત ઘણા સેલેબ્સે પોસ્ટ શેર કરીને ચાહકોને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી છે.

સેલેબ્સે પાઠવી શુભચ્છા: કાજોલે તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, 'ગર્વથી કહો અમે ભારતીય છીએ. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ.' આ પ્રસંગે રોકી અને રાનીની લવ સ્ટોરીની અભિનેત્રી આલિયા ભટ્ટે તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક મોશન પોસ્ટર શેર કર્યું છે. આલિયાએ પોતાના પ્રિયજનોને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી છે. આ ઉપરાંત અનુષ્કા શર્મા, દિયા મિર્ઝા, દિસા પટાની અને માધુરી દીક્ષિતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સ્વતંત્રતા દિવસના પોસ્ટર શેર કરીને ચાહકોને શુભકામના પાઠવી છે.

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ
માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિત
દિશા પટાની
દિશા પટાની
અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા
દિયા મિર્ઝા
દિયા મિર્ઝા

અજય દેવગણ-શાહિદ કપૂરે પાઠવી શુભેચ્છા: અજય દેવગણે તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેલેન્ડર સાથેની એક તસવીર પોસ્ટ કરી છે. તેમની ફિલ્મ ભગત સિંહની તસવીરને કેલેન્ડરમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'અમે પાવરફુલ વર્લ્ડસ સાથે આઝાદીની ઉજવણી કરી રહ્યાં છીએ. સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.' બોલિવુડના કબીર સિંહ શાહિદ કપૂરે પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર દેશભક્તિનો વીડિયો શેર કર્યો છે.

અજય દેવગણ
અજય દેવગણ
શાહિદ કપૂર
શાહિદ કપૂર

પ્રભાસે પાઠવી શુભેચ્છા: ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તિરંગાની તસવીર શેર કરીને પ્રભાસે કેપ્શનમાં 'વંદે માતરમ' લખ્યું હતું. ટોલીવુડની સુંદર અભિનેત્રી રાશિ ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર સ્વતંત્રતા દિવસ પર તેમની ખાસ તવસીર શેર કરી છે. તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'તુઝે સલામ. વદે માતરમ' લખેલું છે. પ્રથમ તસવીરમાં રાશીએ વ્હાઈટ ટોપ અને બ્લુ જીન્સ પહેર્યું છે અને હાથમાં તિરંગો પકડ્યો છે. આગળની તસવીરમાં તેમણે કેસરી સફેદ અને ગ્રીલ કલરના ફુગ્ગા પસંદ કર્યા છે. આ બંને તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.

પ્રભાસ
પ્રભાસ
  1. Patriotic Movies Bollywood: આ કલાકારોએ સ્ક્રીન પર સ્વાતંત્ર્ય સેનાનીની શાનદાર ભૂમિકા ભજવી હતી
  2. Bigg Boss Ott 2 Winner: યુટ્યુબર એલ્વિશ યાદવે અભિષેક મલ્હાનને હરાવીને બિગ બોસ Ott 2 ટ્રોફી જીતી હતી
  3. Independence Day 2023: 20 વર્ષ પછી મણિપુરમાં સ્વતંત્રતા દિવસ પર હિન્દી ફિલ્મ પ્રદર્શિત થશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.