હૈદરાબાદ: હૃતિક રોશન હાલમાં તેમની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે આર્જેન્ટિનાના સુંદર શહેર બ્યુનોસ આયર્સમાં આનંદદાયક વેકેશન માણી રહ્યા છે. આ દરમિયાન એક બીજું જોડું હૃતિક રોશનની ભૂતપુર્વ પત્ની સુજૈન ખાન અને તેમનો બોયફ્રેન્ડ અર્સલાન ગોની પણ હોલીડેની મજા માણી રહ્યું છે.
હૃતિક-સબાનો અદભૂત દેખાવ: હૃતિક રોશને તાજેતરમાં તેમના ઈન્સ્ટાગ્રામ પર સબા સાથેના રોમેન્ટિક વિહારની સુંદર ઝલક શેર કરી છે. જ્યાં તેમણે તેમની પ્રેમિકાને 'વિન્ટર ગર્લ' તરીકે ઉલ્લેખ કર્યો છે. હૃતિક રોશને લીધેલી સેલ્ફીમાં હૃતિક રોશન બ્લુ ટી-ટીશર્ટ અને ટ્રેન્ડી બેઝબોલ કેપ સાથે જોડાયેલું બ્લેક જેકેટ પહેર્યુ હતું. જ્યારે સબા છટાદાર બ્લેક ઓવરકોટમાં ભવ્ય દેખાતી હતી. તેમના વાંકડિયા વાળ તેમની બન્ને બાજુએ છલકાતા ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.
હૃતિક-સબાની તસવીર: સબાએ તેમના વેકેસનના રસપ્રદ સ્નેપશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેમણે કેઝ્યુઅલ બ્લેક પોશાકમાં રેસ્ટોરન્ટમાં બેઠેલા હૃતિક રોશનની એક ઝલક શેર કરી છે. આ તસવીર ખુબજ મનમોહક લાગે છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ''માય હિપ્પો હાર્ટ''. બીજી સેલ્ફીમાં બન્નેએ વિન્ટર કેપ્સ પહેરી હતી, જે તેમની સુંદરતામાં વધારો કરે છે.
સુજૈન-અર્સલાનની ઝલક: હૃતિક રોશન સબા સાથે પ્રિય યાદો બનાવી રહ્યા છે, ત્યારે તેમની ભૂતપુર્વ પત્ની અને ઈન્ટેરિયર ડિઝાઈનિર સુજૈન ખાન પણ તેમના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે રજાઓની મજા માણી રહી છે. સુજૈન અને અર્સલાન તેમના પ્રેમાણ સંબંધોની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરતા ક્યારેય અચકાયા નથી. સુજૈને અમિરકા અને મેક્સિકોમાં તેમના સ્વપ્નશીલ ઉનાળાના વેકેશનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં નૃત્યની આનંદકારક ક્ષણો કેપ્ચર કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રિયજનો સાથે સમય પસાર કર્યો હતો.
હૃતિક રોશનનો વર્કફ્રન્ટ: હૃતિક રોશનની આગામી ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિનેતા પાસે ચાહકોને આકર્ષિત કરે તે માટે ખાસ પ્રોજેક્ટ છે. તેમની આગામી ફિલ્મ 'ફાઈટર' અને 'વોર 2' બોક્સ ઓફિસ પર આવવા માટે તૈયાર છે. 'ફાઈટર' ફિલ્મમાં હૃતિક રોશનની સાથે દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર જોવા મળશે. બીજી બાજુ અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત 'વોર 2'માં જુનિયાર NTR અને કિયારા અડવાણી સહિતના અન્ય કલાકારો સામેલ છે.
Jignesh Kaviraj Song: 'ખાખ મેં ખપ જાના રે બંદે' રિલીઝ, જિગ્નેશ કવિરાજના સ્વરમાં સાંભળો નવું ભજન ગીત
આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈનું નિધન, ટ્વિટર પર ફિલ્મ કલાકારો ચાહકોએ શોક વ્યક્ત કર્યો
Ranveer Singh Video: રણવીર સિંહનો દાદા સાથે એક વીડિયો સામે આવ્યો છે, 'વૉડ ઝુમકા' પર કર્યો ડાન્સ