ETV Bharat / entertainment

Parineeti Raghav Wishes: અનુષ્કા શર્માથી લઈને કિયારા અડવાણી સહિત આ સેલેબ્સે પરિણીતી-રાઘવને લગ્ન માટે પાઠવ્યા અભિનંદન - કેટરિના કેફ

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનમાં બંઘાઈ ગયા છે. લગ્ન બાદ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીર જોઈ ચાહકો અને ફિલ્મ ઉદ્યોગના કલાકારો પરિણીતી-રાઘવને અભિનંદન પાઠવી રહ્યા છે. આલિયા ભટ્ટ, કેટરીના કેફ, કિયારા અડવાણીથી લઈને ઘણા સ્ટાર્સ કપલને લગ્નની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

અનુષ્કા શર્માથી લઈને કિયાર અડવાણી સહિત આ સેલેબ્સે પરિણીતી-રાઘવને લગ્ન માટે પાઠવ્યા અભિનંદન

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 2:25 PM IST

હૈદરાબાદ: બોલિવુડ અભનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા હવે જીવનભર એક થઈ ગયા છે. આ દંપતિએ તારીખ 24 સપ્ટેમ્બરે ઉદયપુરના લીલા પેલેસમાં પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને ખાસ મહેમાનોની હાજરીમાં લગ્ન કરી લીધા છે. તારીખ 25 સપ્ટેમ્બરના રોજ લગ્નની પ્રથમ તસવીર શેર કરીને ચાહકોને ખુશ કરી દીધા છે. આ તસવીર જોઈ ચાહકો ઉપરાંત ફિલ્મ ઉદ્યોગના કલાકારો અભિનંદન પાઠવી રહ્યા છે.

અનુષ્કા શર્મા-વિકી કૌશલ
અનુષ્કા શર્મા-વિકી કૌશલ
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ

સેલેબ્સે પરિણીતી-રાઘવને પાઠવી શુભેચ્છાઓ: પરિણીતી ચોપરા દ્વારા શેર કરવામાં આવેલી તસવીર ચાહકોનો પ્રેમ લૂંટી રહી છે. હવે આ સુંદર કપલને ફેન્સ અને સેલેબ્સ તરફથી લગ્નની શુભેચ્છાઓ મળી રહી છે. અભિનેત્રી અનુષ્કા શર્મા, કેટરિના કેફ, આલિયા ભટ્ટ, કિયારા અડવાણી અને કરીના કપૂર સહીત ઘણી અભિનેત્રીઓએ પરિણીતીને શુભેચ્છા પાઠવી છે. આ ઉપરાંત વિકી કૌશલ અને ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા સહીત ઘણા બોલિવુડ કલાકરો નવપરણિત કપલને અભિનંદન પાઠવી રહ્યા છે.

મનિષ મલ્હોત્રા
મનિષ મલ્હોત્રા
કિયારા અડવાણી
કિયારા અડવાણી

લગ્નની ક્લબમાં કર્યું સ્વાગત: અનુષ્કા શર્માએ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને લગ્નની શુભેચ્છા પાઠવીને લખ્યું છે કે, ''આ સુંદર યુગલને તેમના લગ્ન પર અભિનંદન. તમારા જીવનમાં સુખ અને શાંતિ રહે.'' આલિયા ભટ્ટે લખ્યું છે કે, ''લગ્નની ક્લબમાં તમારું સ્વાગત છે અને લગ્ન માટે અભિનંદન.'' કિયારા અડવાણીએ લખ્યું છે કે, ''વિવાહિત ક્લબમાં આપનું સ્વાગત છે. આ ખાસ દિવસ માટે ખૂબ ખૂબ અભિનંદન અને જીવનભર સુખની શુભેચ્છાઓ.''

કેટરીના કેફ-કરીના કપૂર
કેટરીના કેફ-કરીના કપૂર

કેટરીનાએ પાઠવી શુભેચ્છા: કપલને અભિનંદન આપતા કેટરીના કેફે લખ્યું છે કે, તમને બંનેને લગ્ન માટે ખૂબ ખૂબ અભિનંદન. તમે હંમેશા ખુશ રહો પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા. પરિણીતી અને રાઘવને શુભેચ્છા પાઠવતા અભિનેતા વિકી કૌશલે લખ્યું છે કે, પરિણીતી અને રાઘવને તેમના લગ્ન માટે ખૂબ ખૂબ અભિનંદન ખુશ રહો. આ દરમિયાન મનિષ મલ્હોત્રાએ પણ નવપરણિત દંપતિને શુભકામના પાઠવી હતી.

  1. Ragneeti Wedding Pics: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નની તસવીરો આવી સામે, સેલેબ્સ-ચાહકોએ પાઠવ્યા અભિનંદન
  2. Priyanka Ragneeti Wedding: પરિણીતી-રાઘવના લગ્નમાં શા માટે ન આવી દેશી ગર્લ, મધુ ચોપરાએ કર્યો ખુલાસો
  3. Ragneeti Wedding Reception: લગ્ન બાદ પરિણીતી રાઘવના રિસેપ્શનની આવી તસવીર, મનીષ મલ્હોત્રા સાનિયા મિર્ઝાએ પાર્ટીને ચમકાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.