ETV Bharat / entertainment

શાહરૂખ ખાનના બંગલા 'મન્નત' પાસેની બિલ્ડિંગમાં લાગી આગ, જૂઓ તસવીરો - શાહરૂખ ખાન

શાહરૂખ ખાનના બંગલા 'મન્નત' પાસેની બિલ્ડીંગમાં આગ લાગી (Fire Broke Out Near Shah Rukh Khan Bungalow) હતી. આ બિલ્ડિંગ એ ગલીમાં છે જેમાં શાહરૂખનો બંગલો આવેલો છે. આ વિસ્તારમાં બોલિવૂડની અનેક હસ્તીઓના ઘર સામેલ છે.

શાહરૂખ ખાનના બંગલા 'મન્નત' પાસેની બિલ્ડિંગમાં લાગી આગ, જૂઓ તસવીરો

author img

By

Published : May 10, 2022, 12:59 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના મુંબઈમાં આવેલા બંગલા 'મન્નત' (Fire Broke Out Near Shah Rukh Khan Bungalow) પાસેની ઈમારતમાં ગઈકાલે રાત્રે આગ લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાંદ્રાના (વેસ્ટ) બેન્ડસ્ટેન્ડ રોડ સ્થિત જીવેશ બિલ્ડિંગના 14મા માળે સ્ટોરી લેવલ-2માં આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે રાતભર પ્રયાસો હાથ ધરાયા હતા. નોંધનીય છે કે. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તેનું નામ 'જીવેશ' છે અને આ બિલ્ડિંગ શાહરૂખ ખાનના ઘર 'મન્નત'ની બાજુમાં આવેલી છે.

  • Maharashtra | A level II fire broke out on the 14th floor of Jivesh Building at Bandstand Road, Bandara (W). 8 fire tenders reach the site. Further details awaited: Mumbai Fire Brigade(MFB) pic.twitter.com/orLyyFbCm2

    — ANI (@ANI) May 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Arjun Kapoor Pic : અર્જુન કપૂરે બોડી ટ્રાન્સફોર્મેશનની તસવીરો શેર કરતા રણવીરે કહ્યું- 'હાય ગરમી'

શાહરૂખ ખાનનો બંગલો 'મન્નત' સંપૂર્ણપણે છે સુરક્ષિત : શાહરૂખના ફેન્સને જણાવી દઈએ કે, આ ઘટનાથી શાહરૂખ ખાનનો બંગલો 'મન્નત' સંપૂર્ણપણે સુરક્ષિત છે. શાહરૂખ ખાનનો બંગલો બાંદ્રામાં છે. આ વિસ્તારમાં બોલિવૂડની જાણીતી હસ્તીઓના બંગલા પણ છે. શાહરૂખ ખાને હાલમાં જ પોતાના ઘરની નેમ પ્લેટ પર ખર્ચ કર્યો હતો. આ નેમપ્લેટ ગૌરી ખાને જાતે જ ડિઝાઇન કરી હતી. 'મન્નત' નામની આ નેમપ્લેટ પાછળ શાહરૂખ ખાને 25 લાખ રૂપિયા ખર્ચ્યા હતા.

ગૌરી ખાન ઈન્ટિરિયર ડિઝાઈનર છે : શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન જાણીતી ઈન્ટિરિયર ડિઝાઈનર છે અને તેણે બોલિવૂડની ઘણી હસ્તીઓના બંગલા અને ઘરની ઈન્ટિરિયર ડિઝાઈન કરી છે. ગૌરી તેના સોશિયલ મીડિયા પર તેના પ્રોજેક્ટ સાથે જોડાયેલી માહિતી અને તસવીરો પણ શેર કરતી રહે છે. અહીં શાહરૂખ ખાનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન કોરોનાને દૂર કર્યા પછી એકવાર ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય થઈ ગયો છે. તાજેતરમાં તેણે સ્પેનમાં તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ પઠાણનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

આ પણ વાંચો: Salman khan Lookalike : સલમાન ખાનના હમશક્લે જાહેર સ્થળે આ કૃત્ય કરવા બદલ કરી પોલીસે ધરપકડ

શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી' : શાહરૂખે બોલિવૂડના સફળ નિર્દેશકોમાંથી એક રાજકુમાર હિરાની સાથે ફિલ્મ 'ડંકી' સાઈન કરી છે. આ પહેલીવાર છે જ્યારે શાહરૂખ અને રાજકુમાર હિરાણી એક જ પ્રોજેક્ટ પર સાથે કામ કરવા જઈ રહ્યા છે. જો કે રાજકુમારે અગાઉ શાહરૂખને ઘણા પ્રોજેક્ટ ઓફર કર્યા હતા, જે શાહરુખે કોઈ કારણસર કર્યા ન હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.