વડોદરા: પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન દ્વારા આયોજીત વડોદરા ફિલ્મ એન્ડ ડિઝાઇન ફેસ્વિટવલમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા ડાયરેક્ટર, સ્ક્રિપ્ટ રાઇટર અને પ્રોડ્યુસર મધુર ભંડારકરે ભાગ લઇને ઉભરતાં યુવા ફિલ્મમેકર્સના ઉત્સાહમાં વધારો કર્યો હતો. ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ વિજેતા મધુર ભંડારકરનું ભારત સરકારે વર્ષ 2016માં પદ્મ શ્રી થી સન્માન કર્યું હતું. આ ઉપરાંત તેમણે પાંચ વખત નેશનલ એવોર્ડ પણ જીત્યાં છે. પારૂલ યુનિવર્સિટી ખાતે તેમની ઉપસ્થિતિ યુવા પેઢી માટે ખૂબ સારો અનુભવ ગણાવ્યો હતો.
આ પણ વાંચો: Eid Mubarak: ઈદ મુબારક બોલિવુડ અને સાઉથ કલાકારોએ ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી
સોસીયલ મીડિયાનો વ્યાપ ખૂબ વધ્યો: આ સંદર્ભે મધુર ભંડારકરે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આજના યુગમાં સોસિયલ મીડિયાનો વ્યાપ ખૂબ વધ્યો છે. પારુલ યુનિવર્સિટી ખાતે વડોદરા ફિલ્મ એન્ડ ડિઝાઇન ફેટસ્ટિવમાં યુવાઓ સાથે વાતચીત કરવાનો ખૂબ સારો અનુભવ થયો હતો. હાલમાં છેલ્લા 10 વર્ષમાં સોસિયલ મીડિયામાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. આજે સોસીયલ મીડિયાનું વધતું પ્રભુત્વ ખૂબ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. સાથે જો કોઈ એવો વિષય મળશે તો સોસીયલ મીડિયા પર પણ ફિલ્મ બનાવવાનું વિચારીશ તેવું કહ્યું હતું.
આ પણ વાંચો: Adipurush Motion Poster: જય શ્રી રામના મંત્રોચ્ચાર સાથે 'આદિપુરુષ'નું નવું મોશન પોસ્ટર રિલીઝ
શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરવાની અમૂલ્ય તક: ઉલ્લેખનીય છે કે આ ફેસ્ટિવલના માધ્યમથી યુવા ફિલ્મ મેકર્સને નિષ્ણાંતો અને દિગ્ગજો સમક્ષ તેમની શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરવાની અમૂલ્ય તક મળી છે. આ પ્રક્રિયામાં તેમને નિષ્ણાંતોના સલાહ-સૂચનો પ્રાપ્ત કરવાની સાથે-સાથે કૌશલ્યોમાં સુધારો કરવામાં પણ મદદ મળી રહેશે. જાણીતા ફિલ્મ મેકરની ઉપસ્થિતિ તથા ફેસ્ટિવલમાં વિવિધ વિષયો ઉપર ચર્ચા તથા એક્સપર્ટ સેશની વિદ્યાર્થીઓને ફિલ્મ પ્રોડક્શનમાં તેમની ક્ષમતામાં વધારો કરવા તથા નવા કૌશલ્યો, માર્ગદર્શન અને સપોર્ટ મેળવવામાં મદદ મળી રહેશે.