ETV Bharat / entertainment

Famous Singer KK Dies : 'આંખો મેં તેરી અજબ સી અદાયેં હૈ' જેવા અનેક ગીત ગાનારા કેકેનું કોલકાતામાં હાર્ટએટેકથી નિધન

પ્રખ્યાત ગાયક કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નાથનું (Famous Singer KK Dies) નિધન થયું છે. કોલકાતામાં એક કોન્સર્ટમાં અચાનક નીચે પડી ગયા હતા. તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. વડાપ્રધાન નરેનદ્ર મોદીએ કેકેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Famous Singer KK Dies : 'આંખો મેં તેરી અજબ સી અદાયેં હૈ' જેવા અનેક ગીત ગાનારા કેકેનું કોલકાતામાં હાર્ટએટેકથી નિધન
Famous Singer KK Dies : 'આંખો મેં તેરી અજબ સી અદાયેં હૈ' જેવા અનેક ગીત ગાનારા કેકેનું કોલકાતામાં હાર્ટએટેકથી નિધન
author img

By

Published : Jun 1, 2022, 6:47 AM IST

Updated : Jun 1, 2022, 7:44 AM IST

ન્યૂઝ ડેસ્ક: સિંગિંગ જગતમાંથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત ગાયક કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નાથનું (Famous Singer KK Dies) નિધન થયું છે. કોલકાતામાં એક કોન્સર્ટમાં (KK Last Concert in Kolkata) અચાનક નિચે પડી ગયા હતા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 53 વર્ષની ઉંમરે કેકેએ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને કેકેના નિધન પર શોક વ્યક્ત (PM Modi pay tribute to KK) કર્યો છે.

  • PM Modi expresses condolences on the demise of Singer Krishnakumar Kunnath, popularly known as KK

    "His songs reflected a wide range of emotions as struck a chord with people of all age groups," tweets PM Modi pic.twitter.com/vU50RGuMGS

    — ANI (@ANI) May 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જાણો કારકિર્દી પર એક નજર : ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી સર્વતોમુખી ગાયકોમાંના એક, કેકેએ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને બંગાળી સહિત અનેક ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા છે. કેકેએ તેમનું સ્કૂલિંગ દિલ્હીના માઉન્ટ સેન્ટ મેરીમાંથી કર્યું હતું. તેણે દિલ્હી યુનિવર્સિટીની કિરોરી માલ કોલેજમાંથી સ્નાતક કર્યું હતું. કેકેને ફિલ્મોમાં બ્રેક મળ્યો તે પહેલા જ તેણે લગભગ 3500 જિંગલ્સ ગાયા હતા.

આ પણ વાંચો: સિદ્ધુ મુસેવાલાની અંતિમ વિદાયઃ આ તસવીરોમાં રહી ગયો પ્રખ્યાત ગાયકનો દમદાર સ્વેગ

પાલ મ્યુઝિક આલ્બમથી થયા હતા પ્રખ્યાત : 1999માં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે ભારતના જોશ ગાવામાં આવ્યા હતા. તેમના આ ગીતમાં ઘણા ભારતીય ક્રિકેટરો પણ જોવા મળ્યા હતા. આ પછી કેકે મ્યુઝિક આલ્બમ "પાલ" થી ગાયક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેની સફળતાથી તેના માટે બોલિવૂડના દરવાજા ખુલી ગયા હતા.

  • Saddened by the untimely demise of noted singer Krishnakumar Kunnath popularly known as KK. His songs reflected a wide range of emotions as struck a chord with people of all age groups. We will always remember him through his songs. Condolences to his family and fans. Om Shanti.

    — Narendra Modi (@narendramodi) May 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બોલિવૂડમાં પણ ધાક : કેકેને ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના ‘તડપ તડપ’ ગીતથી બોલિવૂડમાં મોટો બ્રેક મળ્યો હતો. આ ગીત પછી કેકેની ગણતરી મોટા ગાયકોમાં થવા લાગી હતી. તેમના મુખ્ય ગીતોમાં "કોઈ કહે કહેતા રહે", "મૈને દિલ સે કહા", "આવારાપન બંજરાપન", "દસ બહાને", "અજબ સી" વગેરેનો સમાવેશ થાય છે. કેકે તેના બાળપણના પ્રેમ જ્યોતિ કૃષ્ણ સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે.

  • KK was a very talented and versatile singer. His untimely demise is very saddening and a huge loss to Indian music. With his gifted voice, he has left an indelible impression on the minds of countless music lovers. My deepest condolences to his family and fans. Om Shanti Shanti

    — Amit Shah (@AmitShah) May 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સેલિબ્રિટીઓએ શોક વ્યક્ત કર્યો : ટ્વિટર પર ગાયક કેકે માટે શોક વ્યક્ત કરવામાં આવ્યો, લોકોએ તેમના આકસ્મિક મૃત્યુ પર અવિશ્વાસ વ્યક્ત કર્યો. ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ટ્વીટ કર્યું, "કોલકત્તામાં પ્રદર્શન દરમિયાન બીમાર પડ્યા બાદ કેકેના નિધન વિશે સાંભળીને દુઃખ થયું. જીવન ઘણું નાજુક છે. તેના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

શ્રેષ્ઠ માનવીઓમાંના એક કેકે સર હતા સિંગર રાહુલ વૈદ્ય : સિંગર રાહુલ વૈદ્યએ ટ્વીટ કર્યું, "મેં સાંભળ્યું કે ગાયક કે.કે.નું હમણાં જ નિધન થયું છે. ભગવાન ખરેખર શું થઈ રહ્યું છે!!?? મારો મતલબ છે કે શું થઈ રહ્યું છે. શ્રેષ્ઠ માનવીઓમાંના એક કેકે સર હતા. 53 વર્ષની ઉંમરે ખૂબ વહેલા ચાલ્યા ગયા. આઘાત લાગ્યો. RIP સર.

હર્ષદીપ કૌરે ટ્વીટ કર્યું : હર્ષદીપ કૌરે ટ્વીટ કર્યું, "વિશ્વાસ નથી આવતો કે અમારા પ્રિય #KK હવે નથી. આ ખરેખર સાચું ન હોઈ શકે. પ્રેમનો અવાજ ગયો. તે હૃદયદ્રાવક છે."

ગાયક અને સંગીત દિગ્દર્શક અરમાન મલિકે ટ્વિટ કર્યું : "અત્યંત દુઃખદ. આપણા બધા માટે બીજી આઘાતજનક ખોટ. અમારા કેકે સર પર વિશ્વાસ કરી શકાતો નથી.

Last Updated : Jun 1, 2022, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.