મુંબઈઃ યશ ચોપરાની ફિલ્મ દીવાર એક ડાયરેક્ટર તરીકે સૌથી બેસ્ટ ફિલ્મ માનવામાં આવે છે. પણ અમિતાભ બચ્ચન માટે આ ફિલ્મ એક ટર્નિંગ પોઈન્ટ સમાન રહી હતી. પણ જાણીને નવાઈ લાગશે કે, આ ફિલ્મની સ્ટારકાસ્ટ માટે અમિતાભ પહેલી ચોઈસ ન હતા. છેલ્લા પાંચેક જેટલા દાયકામાં અમિતાભે એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે. ક્યારેક એની એક્ટિંગના તો ક્યારેક એના રોલના વખાણ થાય છે. જ્યારે પણ દીવાર ફિલ્મ ટીવી પર આવતી હોય ત્યારે એક આખો વર્ગ એને જોવા માટે બેસી જાય છે. અમિતાભની ચર્ચા એ ફિલ્મને લઈને કાયમ થતી જ રહેવાની છે.
સુપરસ્ટારનો સૂર્યદયઃ આ ફિલ્મથી રાજેશ ખન્ના બાદ બોલિવૂડને બીજા સુપરસ્ટાર મળ્યા. આ ફિલ્મે અમિતાભને સુપરસ્ટાર બનાવ્યા હતા. દીવારની સ્ક્રિપ્ટ યશ ચોપરાએ લખી છે. આ ફિલ્મનું સ્ક્રિપ્ટ પૂરી થયા બાદ બીજા જ દિવસે આ ફિલ્મનું શુટિંગ ઓન ફ્લોર થઈ ગયું હતું. વિજય વર્માના રોલમાં રાજેશ ખન્નાને આ ફિલ્મની પહેલી ઓફર આપવામાં આવી હતી. આ પહેલા યશ ચોપરાએ રાજેશ ખન્નાને લઈને ફિલ્મ દાગ બનાવી હતી. આ ફિલ્મમાં રાજેશ ખન્નાનો રોલ પસંદ પડ્યા બાદ યશે પહેલી પસંદ રાજેશ ખન્ના પર ઊતારી હતી.
રાજેશ ખન્નાનો દબદબોઃ આ એ સમય હતો જ્યારે રાજેશ ખન્ના એક અલગ જીવનશૈલી જીવતા હતા. સ્ટારડમ એમના વાણી અને વર્તણૂંકમાં રહેતો હતો. ફિલ્મમેકર્સ અને સ્ક્રિપ્ટ રાઈટર્સ એમની પાસે લાઈનમાં રહ્યા હતા. બીજી ફિલ્મો એમની પાસે હોવાને કારણે રાજેશ ખન્નાએ દીવાર ફિલ્મ માટે ના પાડી દીધી. જોકે, થોડા સમય સુધી એવી ચર્ચા ચાલી હતી કે, રાજેશ ખન્નાએ બીજી ડેટ ન હોવાને કારણે ના પાડી દીધી.
કોણ આપ્યું અમિતાભનું નામઃ રાજેશ ખન્ના પાસે ટાઈમ ન હતો. ફિલ્મનું શુટિંગ શરૂ થઈ ચૂક્યું હતું. પણ મેઈન હીરોની કમી હતી. બાકીના સિન શુટ થતા હતા એ સમયે સલીમ જાવેદે અમિતાભ બચ્ચનનું નામ સજેસ્ટ કર્યું. પછી આખી સ્ક્રિપ્ટ અમિતાભ બચ્ચન પાસે આવી. પછી વિજય વર્માનો રોલ અમિતાભે પ્લે કર્યો, સ્વીકાર્યો અને એ રોલમાં તેણે પોતાના પ્રાણ રેડી દીધા. આ પછીના સમયનો સૌને ખબર જ છે. અમિતાભ રાતોરાત સુપરસ્ટાર બની ગયા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સિવાય પણ શશી કપુર, પરવીન બાબી, નીતુ સિંહ અને નિરૂપા રોય જેવા કલાકારોએ મસ્ત એક્ટિંગ કરી હતી. વાત જાણીને નવાઈ લાગશે કે, 70-80ના દાયકામાં આ ફિલ્મે 1 કરોડ રૂપિયાનું ક્લેક્શન કર્યું હતું. આ અમિતાભની એ સમયની 13 મી ફિલ્મ હતી. જે આંકડા સુધી પહોંચી.
આજ ખુશ તો બહુંત હોંગે તુમઃ જ્યારે આ ફિલ્મનો સૌથી ફેમસ ડાયલોગ, જ્યારે અમિતાભ બચ્ચન એક શિવની સામે કહે છે, આજ ખુશ તો બહુત હોંગે તુમ, આ સીન યશ ચોપરાએ પોતે શુટ કરેલો છે. જ્યારે સીન શુટ થયો ત્યારે યશ સિવાય કોઈ સેટ પર જ ન હતું. બીજી એક ખાસ વાત એ છે કે, આ ફિલ્મની સાથોસાથ શોલે ફિલ્મનું પણ શુટિંગ ચાલું હતું. બીગ બી સવારે શોલેના સેટ પર હોય અને સાંજે દીવારના સેટ પર સીન આપતા.
બે ફિલ્મ એક સાથેઃ ખાસ વાત એ છે કે, બે ફિલ્મો એક સાથે કરી હોવા છતાં એક પણ ફિલ્મસેટ પર એક મિનિટ પણ તે લેટ થયા નથી. સલીમ જાવેદની સ્ક્રિપ્ટ યશજીએ પહેલા તો રફ સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. પણ આખો આઈડિયા સલીમ જાવેદ સાથે શેર કર્યો હતો. એ પછી 18 દિવસમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ હતી. પણ એ સમયમાં અમિતાભ બચ્ચન પાસે ગણી શકાય એટલી ફિલ્મો કેરિયરના ટ્રેકમાં આવતી. પણ રાજેશ ખન્નાની એક નાની ભૂલને કારણે બીગ બી ઓવરટેક કરી લીધી અને આગળ નીકળી ગયા.