ETV Bharat / entertainment

Kajol Instagram: કાજોલે સોશિયલ મીડિયામાંથી લીધો બ્રેક, ચાહકોને મોટો ઝટકો - કાજોલ લેટેસ્ટ ન્યૂઝ

કાજોલે શુક્રવારે સોશિયલ મીડિયામાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. કુશળ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, 'જીવનની સૌથી અઘરી અજમાયશનો સામનો કરવો પડે છે.' જ્યારે તેમના ચાહકોએ ચિંતા વ્યક્ત કરી હતી. કાજોલ આગામી સિરીઝ 'ધ ગુડ વાઇફ'માં જોવા મળશે.

કાજોલે સોશિયલ મીડિયામાંથી લીધો બ્રેક, ચાહકોને મોટો ઝટકો

author img

By

Published : Jun 9, 2023, 3:16 PM IST

હૈદરાબાદ: બોલિવૂડ અભિનેત્રી કાજોલે શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે. અભિનેત્રીના Instagram પર 14.4 મિલિયન ફોલોઅર્સ છે. તેણે સોશિયલ મીડિયામાંથી બ્રેકની જાહેરાત સિવાયની તમામ પોસ્ટ્સ કાઢી નાખી છે. જ્યારે તેના ચાહકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયાનો એક વર્ગ માની રહ્યો છે કે તેની આગામી સિરીઝને પ્રમોટ કરવા માટે આ એક યુક્તિ છે.

કાજોલે લીધો બ્રેક: કાજોલે તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર જાહેરાત કરી કે, તે ડિજિટલ ડિટોક્સ પર જઈ રહી છે. આ ઘોષણાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. કારણ કે, કુશળ અભિનેતાએ જીવનના મુશ્કેલ સમયનો સંકેત આપ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, "મારા જીવનની સૌથી મુશ્કેલ કસોટીઓમાંથી એકનો સામનો કરી રહી છું," કાજોલે કેપ્શનમાં લખ્યું, "સોશિયલ મીડિયામાંથી બ્રેક લઈ રહ છું."

કાજોલ ઇન્સ્ટાગ્રામ: 48 વર્ષીય અભિનેત્રીએ ટ્વિટર અને ફેસબુક પર સોશિયલ મીડિયા બ્રેકની જાહેરાત કરી હતી. જ્યાં તેમણે અનુક્રમે 3.6 મિલિયન અને 28 મિલિયન ફોલોઅર્સ એકત્રિત કર્યા છે. આ દરમિયાન Instagram પરની બધી પોસ્ટ્સ કાઢી નાખી હતી. તેના Facebook અને Twitter હેન્ડલ્સ હજુ પણ જૂની પોસ્ટ્સ દર્શાવે છે. કાજોલની તાજેતરની પોસ્ટે ચાહકોને ચિંતામાં મૂક્યા છે કે, જેઓ ધારી રહ્યા છે કે કંઈક અભિનેત્રીને પરેશાન કરી રહ્યું છે. જ્યારે નેટીઝન્સ વિવિધ સિદ્ધાંતો પર મંથન કરી રહ્યા છે.

ચાહકોની પ્રિતિક્રિયા: કાજોલે સોશિયલ મીડિયા બ્રેકની જાહેરાત કર્યા પછી તરત જ, એક ચાહકે લખ્યું, "કૃપા કરીને કાળજી રાખો" જ્યારે તેના અન્ય પ્રશંસકે જીવનમાં જો કોઈ હોય તો તમામ અવરોધો સામે લડવા માટે વર્ચ્યુઅલ "પ્રેમ અને શક્તિ" મોકલી. આ દરમિયાન એક નેટીઝનને શંકા છે કે, ''કાજોલ તેના આગામી પ્રોજેક્ટના પ્રમોશનના ભાગરૂપે સોશિયલ મીડિયા ગ્રીડથી દૂર જઈ રહી છે." અન્ય યુઝર્સે લખ્યું છે કે, ''તેની આગામી OTT સિરીઝ 'ધ ગુડ વાઇફ' માટે આ એક પ્રમોશનલ વ્યૂહરચના છે." કાજોલ 'ધ ગુડ વાઇફ'માં જોવા મળશે. સુપર્ણ વર્મા દ્વારા નિર્દેશિત આઠ એપિસોડની સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર પ્રીમિયર થશે.

  1. Nayanthara: નયનતારાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ, ઉજવણી પર વિગ્નેશે હનીમૂનની તસવીર કરી શેર
  2. OMG 2: અક્ષય કુમારની ફિલ્મ OMG 2 કરશે ધમાલ, આ તારીખ થિયોટરોમાં જોવ મળશે
  3. Neha Mehta Birthday: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં અંજલીના આ નાટકો રહ્યા છે જોરદાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.