ETV Bharat / entertainment

EDએ અભિનેત્રી રકુલ પ્રીત સિંહને ડ્રગ્સ કેસમાં ફટકારી નોટિસ - રકુલ પ્રીત સિંહ સમાચાર

સાઉથની સાથે જ EDએ બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ (ED Notice to Rakul preet Singh)ને ડ્રગ્સ કેસમાં નોટિસ ફટકારી છે. ED અધિકારીઓ અભિનેત્રી રકુલ પ્રીત સિંહને ડ્રગ કેસ (Rakul preet Singh drugs case)માં તેમની ભૂમિકા અંગે પૂછપરછ કરશે. અગાઉ એજન્સીએ આ કેસમાં અભિનેત્રીની પૂછપરછ કરી હતી.

EDએ અભિનેત્રી રકુલ પ્રીત સિંહને ડ્રગ્સ કેસમાં ફટકારી નોટિસ

author img

By

Published : Dec 16, 2022, 4:33 PM IST

હૈદરાબાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બેંગ્લોર ડ્રગ્સ કેસમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહને નોટિસ પાઠવીને તેને તારીખ 19 ડિસેમ્બરે શહેરમાં ED અધિકારીઓ સમક્ષ હાજર થવા જણાવ્યું (ED Notice to Rakul preet Singh) છે. આ સાથે EDએ BRS પાર્ટીના તંદૂરના ધારાસભ્ય પાયલોટ રોહિત રેડ્ડીને બેંગ્લોર ડ્રગ્સ કેસ (Rakul preet Singh drugs case)માં પૂછપરછ માટે તારીખ 19 ડિસેમ્બરે એજન્સી સમક્ષ હાજર થવા માટે પણ કહ્યું છે.

ડ્રગ્સ સપ્લાય: બેંગલુરુ ડ્રગ્સ કેસ 3 વર્ષ પહેલા બન્યો હતો. મળતી માહિતી મુજબ નિર્માતા શંકર ગૌડાએ બેંગ્લોરમાં પોતાના મિત્રો માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. ગૌડાએ સેલિબ્રિટી, રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓને પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું. અગાઉ ગોવિંદપુરા પોલીસે આ કેસમાં બેંગ્લોરમાં એક સેલિબ્રિટીની ધરપકડ કરી હતી અને રોહિત રેડ્ડી પર પાર્ટીમાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેમાં કથિત રીતે ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું હતું.

રકુલ પ્રીત સિંહની પૂછપરછ: દરમિયાન ED અધિકારીઓ અભિનેત્રી રકુલ પ્રીત સિંહને ડ્રગ કેસમાં તેમની ભૂમિકા અંગે પૂછપરછ કરશે. અગાઉ એજન્સીએ આ કેસમાં અભિનેત્રીની પૂછપરછ કરી હતી. રોહિત રેડ્ડીએ કહ્યું કે, તે તારીખ 19 ડિસેમ્બરે ED સમક્ષ હાજર થશે અને કેન્દ્રીય એજન્સીની નોટિસની સામગ્રીની પુષ્ટિ કરશે. રોહિત રેડ્ડી 2 ઉદ્યોગપતિ કલહાર રેડ્ડી અને સંદીપ રેડ્ડી સાથે કથિત રીતે બેંગ્લોરમાં જમીનના મુદ્દાનું સમાધાન કરવા માટે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.