ETV Bharat / entertainment

Opening Day Collection: આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ની શાનદાર કમાણી, જાણો પ્રથમ દિવસનું કલેકશન - ડ્રીમ ગર્લ 2 બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 1

'ડ્રીમ ગર્લ 2'થી આયુષ્માન ખુરાના પૂજાના અવતારમાં ફરી એક વાર દર્શકોના દિલો પર છવાઈ ગયા છે. આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે અભિનીત ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. આયુષ્માને પાતોના શાનદાર અભિનયથી ચાહકોને આકર્ષિત કર્યા છે. જાણો આ ફિલ્મના પ્રથમ દિવસનું કેલક્શન.

ડ્રીમ ગર્લ 2 ફિલ્મના પ્રથમ દિવસનું કેલક્શન

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 3:04 PM IST

હૈદરાબાદ: આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે સ્ટારર કોમેડી -ડ્રામા ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'એ પ્રથમ દિવસે ધુમ મચાવી દીધી છે. આયુષ્માન ખુરાનાએ ફરી એક વાર પૂજા અવતારથી દર્શકોનું મનોરંજન કર્યું છે. તારીખ 25 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી ફલ્મે પ્રથમ દિવસે શાનદાર બોક્સ ઓફિસ કલેક્શન સાથે ખાતું ખોલ્યું છે. રાજ શાંડિલ્યના નિર્દેશનમાં બનેલી ફિલ્મ દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે. હવે એવું લાગી રહ્યું છે કે, ઓપિનિંગ ડેની સફળતા બાદ હવે પ્રથમ વિકેન્ડમાં જબરદસ્ત કમાણી કરશે. તો ચાલો એક નજર કરીએ આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન તરફ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

પ્રથમ દિવસની કમાણી: આયુષ્માન ખુરાના, પરેશ રાવલ, રાજપાલ યાદવ, વિજય રાજ, અભિષેક બેનર્જી અને મનોજ જોશી જેવા મોટા કલાકારોથી સજ્જ ફિલ્મ ડ્રીમ 'ગર્લ 2'એ પહેલા દિવસે અપેક્ષિત કરતા પણ વધુ કલેક્શન કર્યું છે. તરણ આદર્શના અહેલાલ અનુસાર, 10.69 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે. આ પહેલા આયુષ્માન ખુરાનાની રિલીઝ થયેલી ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી', 'અનેક', 'ડૉક્ટર જી' અને એન 'એક્શન હીરો'થી પણ સારું પ્રદર્શન 'ડ્રીમ ગર્લ 2'એ કર્યું છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ગદર 2' અને 'OMG 2'ની સામે આ ફિલ્મે સારી કમાણી કરી છે. આ સાથે જ રજનીકાંતની ફિલ્મ 'જેલરે' હજુ સુધી બોક્સ ઓફિસ પર પકડ જમાવી રાખી છે.

ડ્રીમ ગર્લની કમાણી: વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ડ્રીમ ગર્લ'એ ઓપનિંગ ડે પર 10.50 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આયુષ્માન ખુરાનાની સૌથી હિટ ફિલ્મ 'ડ્રીમ ગર્લ' રહી છે. આ ફિલ્મનું લાઈફટાઈમ બોક્સ ઓફિસ કલેક્શન 142 કરોડ રુપિયા રહ્યું છે. તાજેરતરમાં રિલીઝ થયેલી ફિલ્મના પ્રથમ દિવસના કેલક્શનની વાત કરીએ તો, 'OMG 2' 10.26, 'સત્યપ્રેમ કી કથા' 9.25 કરોડ, 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' 11 કરોડની કમાણીની આસપાસ છે. 'ડ્રીમ ગર્લ 2' પહેલા વિકેન્ડમાં (શુક્રવાર, શનિવાર અને રવિવાર) 30 કરોડ રુપિયાનું કેલક્શન સહેલાઈથી કરતી નજર આવી રહી છે. પ્રથમ દિવસના કલેક્શન પરથી અનુમાન લાગે છે કે, શનિવારે 10 કરોડથી વધુ અને રવિવારે પેહલા અને બીજા દિવસના કલેક્શન કરતા વધુ કમાણી કરશે.

  1. Gujarati Song Out: 'ભૂલી ગઈ દિલની રાણી', વિક્રમ ઠાકોરનું ગીત રિલીઝ થતા દર્શકોએ આપ્યો જોરદાર પ્રતિસાદ
  2. Muzaffarnagar Incident: મુઝફ્ફરનગરની ઘટના પર પ્રકાશ રાજ, સ્વરા ભાસ્કર અને રેણુકા શહાણેની પ્રતિક્રિયા
  3. Box Office Collection Day 1: '3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર કર્યો ધડાકો, મલ્હાર ઠાકર યશ સોનીની જોડી ચમકી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.