હૈદરાબાદ: સલમાન ખાનનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ OTT 2 હવે તેમના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. જ્યારે બીજી તરફ એક પછી એક સ્પર્ધોકોને બહાર કાઢવામાં આવ્યા છે. છેલ્લા સપ્તાહના યુદ્ધમાં એક નહિં પરંતુ બે આશ્ચર્યજનક ઘટનાઓ બની હતી. આ વખતે એક નહિં પરંતુ બે સ્પર્ધકોને એક સાથે બહાર કાઢવામાં આવ્યા છે. આ એપિસોડની ખાસ એ છે કે, શોમાંથી બહાર કરવામાં આવેલા બંને સ્પર્ધકો પુરુષો છે. તો ચાલો અહિં જાણીએ બહાર કાઢવામાં આવેલા આ સ્પર્ધકો કોણ છે.
જદ હદીદ-અવિનાશ સચદેવ બહાર: બોગ બોસ OTT શોમાંથી બહાર કાઢવામાં આવેલા વિદેશી સ્પર્ધક જદ હદીદ અને TVના ફેમસ સ્પર્ધક અભિનેતા અવિનાશ સચદેવ સામેના સામેલ છે. આ બંને સ્પર્ધકોની રમત 50 દિવસમાં સમાપ્ત થઈ ગઈ છે. બિગ બોસ OTT માં જદ હદીદ અને અવિનાશ સચદેવ સાથે, જિયા શંકર અને મનીષા રાની પણ એલિમિનેશનના ખતરાનો સામનો કરી રહ્યા છે. જિયા અને મનીષા ભાગયશાળી સાબિત થયા અને જાહેર મતદાનને કારણે તેઓ ઘરમાં સુરક્ષિત રહ્યાં છે. બીજી બાજુ અવિનાશ અને જદને જનતાએ બહરનો રસ્તો બતાવ્યો છે.
ઘરમાં છવાઈ નિરાશા: જદ અને અવિનાશ એક સાથે ઘરની બહાર નીકળ્યા, ત્યારે ઘરમાં નિરાશા છવાઈ ગઈ હતી. એટલું જ નહિં જદ અને અવિવનાશની વિદાય પર આંસુ વહી ગયા હતા. અવિનાશના જવા પર જિયાએ કહ્યું કે, મને માફ કરજો. કારણ કે, મેં જ તમને ગયા અઠવાડિયે બહાર કાઢવા માટે નોમેનેટ કર્યા હતા. અવિનાશ જિયાને ગળે લગાવે છે અને તેમને ઘરમાં શાંતિ જાળવવા માટે કહે છે.
સ્પર્ધકોની આંખોમાંં આંસુ: આ એપિસોડમાં વિદેશી સ્પર્ધક અને અભિનેતા જદ હદીદની વિદાયથી સ્થાનિક સ્પર્ધકોની આંખોમાંં પણ આંસુ આવી ગયા હતા. પરિવારના સભ્યોને જોઈને બેઘર જદ હાદીદની આંખો ભીની થઈ ગઈ હતી. તે જ સમયે, જદે આશા વ્યક્ત કરી છે કે, શો સમાપ્ત થયા પછી, તે પૂજા ભટ્ટ અને બેબિકા ધ્રુવને મળવા જશે. ઝૈદ અવિનાશની વિદાય પહેલા ઘરનું વાતાવરણ ખુશનુમા બની ગયું છે.
બિગ બોસ OTT ફિનાલે ડેટ: રેપર રફતાર, પૂર્વ બિગ બોસ સ્પર્ધકો માહિરા શર્મા અને દેશની ફેવરિટ સિંગર નેહા કક્કરે ઘરમાં હંગામો મચાવ્યો હતો. જ્યારે નેહાએ પરિવારના સભ્યો સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. ત્યારે માહિરાએ પરિવારના સભ્યોને ફિનાલે સુધી પોતાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરવાની સલાહ આપી હતી. તેજ સમયે, પ્રખ્યાત રેપરે સલમાન ખાન સાથે સ્ટેજ પર તેમની કુશળતા બતાવી હતી. બિગ બોસ OTT ફિનાલે તારીખ 14મી ઓગસ્ટ 2023ના રાજ થશે.