હૈદરાબાદ: દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ કાશીનાથુની વિશ્વનાથનું 92 વર્ષે અવસાન થયું છે. એવું કહેવામાં આવે છે કે, કે. વિશ્વનાથ વય સંબંધિત બિમારીથી પીડિત હતા. આ બિમારીના કારણે તેઓની વધુ હાલત ખરાબ થઈ ગઈ હતી. તેમને જ્યુબિલી હિલ્સની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. આ હોસ્પિટલના ડૉક્ટરોએ પુષ્ટી કરી હતી કે, તે પહેલાથી જ મૃત્યુ પામ્યાં હતાં. વિશ્વનાથને વર્ષ 2017માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો: Movies And Web Series On Ott : જાણો ફેબ્રુઆરીમાં Ott પર રિલીઝ થનારી આ ફિલ્મ અને વેબ સિરીઝ વિશે
-
కాశీనాధుని విశ్వనాధ్ గారు తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకులు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన గొప్ప వ్యక్తి, కె.విశ్వనాథ్ గారు. ఆయన లేని లోటు తీరనిది. #RipLegend #RIPViswanath #KVishwanath pic.twitter.com/rsnMdPkZtC
— Sreedhar Sri (@SreedharSri4u) February 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">కాశీనాధుని విశ్వనాధ్ గారు తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకులు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన గొప్ప వ్యక్తి, కె.విశ్వనాథ్ గారు. ఆయన లేని లోటు తీరనిది. #RipLegend #RIPViswanath #KVishwanath pic.twitter.com/rsnMdPkZtC
— Sreedhar Sri (@SreedharSri4u) February 2, 2023కాశీనాధుని విశ్వనాధ్ గారు తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకులు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన గొప్ప వ్యక్తి, కె.విశ్వనాథ్ గారు. ఆయన లేని లోటు తీరనిది. #RipLegend #RIPViswanath #KVishwanath pic.twitter.com/rsnMdPkZtC
— Sreedhar Sri (@SreedharSri4u) February 2, 2023
વિશ્વનાથની કારકિર્દી: વિશ્વનાથનું પૈતૃક ઘર બાપતલાના રાયપલ્લે જિલ્લાના પેડા પુલિવારુ ગામમાં છે. વિશ્વનાથનો જન્મ તારીખ 19 ફેબ્રુઆરી 1930ના રોજ કાસીનાધુની સુબ્રમણ્યમ અને સારસ્વથમ્માને ત્યાં થયો હતો. તેમણે તેઓએ ગુંટુર હિંદુ કોલેજમાંતી ઈન્ટરમીડિયેટ કર્યું હતું. આ ઉપરાંત આંધ્ર ક્રિશ્ચિયન કોલેજમાંથી B.SC પુર્ણ કર્યું હતું. તેઓના પિતા ચેન્નઈના વિજયવાહિની સ્ટુડિયોમાં કામ કરતા હતા. તેમણે ડિગ્રી પુરી કરી લીધા પછી, સ્ટુડિયોમાં સાઉન્ડ રેકોર્ડિસ્ટ તરીકે તેમની ફિલ્મની શરુઆત કરી હતી. એટલું જ નહિં પરંતુ તેમની કારકિર્દીની શરુઆત પણ અહિંથી જ થઈ હતી. પહેલી વાર તેઓએ ફિલ્મ પાતાલભૈરવી માટે સહાયક રેકોર્ડિસ્ટ તરીકેની કામગીરી કરી હતી.
ફિલ્મનું નિર્દેશન: વર્ષ 1965માં કે. વિશ્વનાથને ફિલ્મ 'આત્મગરવમ'ના દિગ્દર્શક બનવાની તક મળી હતી. તેમને તેમની પ્રથમ ફિલ્મ માટે નંદી એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેઓએ 50 થી પણ વધુ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. વિશ્વનાથે ટોલિવૂડ સાથે બોલિવૂડમાં 9 ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. આ ઉપરાંત વિશ્વનાથે ઘણી બધી ફિલ્મમાં ખુબજ મહત્ત્વની ભૂમિકા પણ ભજવી હતી.
આ પણ વાંચો: Pathaan In Pakistan: ફિલ્મ 'પઠાણ'નું પાકીસ્તાનમાં ગેરકાદેસર સ્ક્રિનિંગ, ટુંક સમયમાં ટિકિટ વેચાઈ ગઈ
-
Telugu audience can never forget Kamal Hassan's role as an autistic individual in #SwathiMuthyam
— Naveen Gupta 🌺 (@Naveen_Guptaa) February 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Only Telugu movie has ever been selected to represent India at #Oscars until now.#kvishwanath #RipLegendpic.twitter.com/CIwa2saNzt
">Telugu audience can never forget Kamal Hassan's role as an autistic individual in #SwathiMuthyam
— Naveen Gupta 🌺 (@Naveen_Guptaa) February 2, 2023
Only Telugu movie has ever been selected to represent India at #Oscars until now.#kvishwanath #RipLegendpic.twitter.com/CIwa2saNztTelugu audience can never forget Kamal Hassan's role as an autistic individual in #SwathiMuthyam
— Naveen Gupta 🌺 (@Naveen_Guptaa) February 2, 2023
Only Telugu movie has ever been selected to represent India at #Oscars until now.#kvishwanath #RipLegendpic.twitter.com/CIwa2saNzt
વિશ્વનાથની ફિલ્મ અને પુરસ્કાર: વિશ્વનાથે સાગર સંગમ, સ્વાતિ મુથ્યમ, સિરિસિરિમુવ્વા, શ્રુતિલાલુ, સિરિવેનેલા, આપદબંધુવડુ, શંકરાભારણમ તેલુગુ સિનેમાને આપ્યા છે. સિનેમા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને વર્ષ 2016માં ફિલ્મ ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વર્ષ 1992માં તેમને રઘુપતિ વેંકૈયા પુરસ્કાર અને 'પદ્મ શ્રી' એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વિશ્વનાથની બોલિવૂડ ફિલ્મ વિશ્વનાથે 'સરગમ', 'કામચોર', 'શુભ કામના', 'જાગ ઊઠા ઇન્સાન', 'સૂર સંગમ', 'સંજોગ', 'ઈશ્વર', 'સંગીત' અને હિન્દી ભાષાની ફિલ્મ બનાવી છે.