મુંબઈઃ પ્રેમીઓ માટે ખાસ દિસવ આવી રહ્યો છે અને તે છે, તારીખ 14 ફેબ્રુઆરીએ 'વેલેન્ટાઈન ડે'. પ્રેમીઓ આ દિવસની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે આ દિવસને વધુ રંગીન બનાવતો દિવસ એટલે 'કિસ ડે'. આજે તારીખ 13 ફેબ્રુઆરીના રોજ 'કિસ ડે' છે. આ દિવસ પર એક કિસિંગ રોમાન્સની સ્ટોરી આપની સમક્ષ લઈને આવ્યાં છિએ. વર્ષ 1933માં રિલીઝ થયેલી 'કર્મા' ફિલ્મમાં અભિનેત્રીનો સુઈ રહેલા અભિનેતાને કિસ કરવા માટેનો 4 મિનીટનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. આ 4 મિનીટના કિસીંગ સંઘર્ષને લઈ હોબોળો થઈ ગયો હતો. જાણો આ ફિલ્મ વિશેની રોમાન્સ સ્ટોરી.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચો: Bigg Boss 16 Winner: Mc સ્ટેને બિગ બોસ 16નો ખિતાબ જીત્યો, ઈનામમાં લક્ઝરી કાર મળી
કિસ ડે 2023: પ્રેમની મોસમમાં સુંદરતા અને લાગણીઓનો પવન ફૂંકાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં દરેક પ્રેમી પ્રેમના વરસાદમાં ભીના થઈ રહ્યા છે. તારીખ 7 ફેબ્રુઆરીથી શરૂ થયેલા વેલેન્ટાઈન વીકના દરેક દિવસની પોતાની ખાસ વાત છે. 'પ્રપોઝ ડે', 'ચોકલેટ ડે' કે 'પ્રોમિસ ડે' દરરોજ બે દિલોને એટલા નજીક લાવે છે કે, તેઓ તેમની લવ સ્ટોરીને નામ કે આકાર આપી શકે છે. જો આપણે વેલેન્ટાઈન વીકના ખૂબ જ ખાસ દિવસનું નામ લઈએ તો તે દિવસ વિના પૂર્ણ થઈ શકે નહીં. 'કિસ ડે' પર બંને એકબીજાને પ્રેમથી કિસ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. જો કે, ફિલ્મ જગતમાં કોને લઈને હોબાળો મચી ગયો છે. વાત અભિનેત્રી દેવિકા રાની અને અભિનેતા હિમાંશુ રાય સ્ટારર ફિલ્મ 'કર્મા'ની છે.
ફિલ્મ કર્મામાં કિસીંગ સીન: 4 મિનિટના કિસિંગ સીનને લઈને હંગામો થયો હતો. કારણ કે, વર્ષ 1933માં રિલીઝ થયેલી ફિલ્મ 'કર્મા'માં એક્ટ્રેસ દેવિકા રાની અને એક્ટર હિમાંશુ રાયે 4 મિનિટના કિસિંગ સીનને લઈને ઘણો હોબાડો મચાવ્યો હતો. આ ફિલ્મમાં અભિનેત્રી દેવિકા રાની અને અભિનેતા હિમાંશુ રાયે કપલની ભૂમિકા ભજવી હતી. દ્રશ્યમાં બતાવવામાં આવ્યું હતું કે, સુંદર રાણી તેના બેભાન પ્રેમીને જગાડવા માટે તેને ચુંબન કરે છે. જોકે, તે એટલું સરળ ન હતું. બંને વચ્ચેનો કિસિંગ સીન લગભગ 4 મિનિટ સુધી ચાલ્યો હતો.
કર્મા ફિલ્મ વિવાદ: 'કર્મા' બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ગઈ હતી. આગળ જણાવી દઈએ કે, આ ફિલ્મને લઈને એટલો બધો હોબાડો થયો હતો કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર સ્થિતી ગંભિર થઈ ગઈ હતી. આ ફિલ્મ અંગ્રેજી અને હિન્દી બંનેમાં રિલીઝ થઈ હતી અને તેનું પ્રીમિયર લંડનમાં થયું હતું. ભલે દેશમાં આ ફિલ્મની ખૂબ ટીકા થઈ, પરંતુ વિદેશમાં ફિલ્મ અને તેના સીન્સના વખાણ કરવામાં આવ્યાં હતાં. 'કિસ ડે' તારીખ 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. 'કિસ ડે'ની તમામ કપલ્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.