ETV Bharat / entertainment

દીપિકા પાદુકોણને અચાનક હોસ્પિટલ ખસેડાઈ જાણો શું છે તેની સ્થિતી - Deepika Padukone Health

દીપિકા પાદુકોણના હ્રદયના ધબકારા અચાનક વધી ગયા હતા અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જાણો અભિનેત્રીની તબિયત હવે કેવી છે.

દીપિકા પાદુકોણને અચાનક હોસ્પિટલ ખસેડાઈ જાણો શું છે તેની સ્થિતી

author img

By

Published : Jun 15, 2022, 6:09 PM IST

હૈદરાબાદ: હૈદરાબાદમાં મંગળવારે શૂટિંગ દરમિયાન અચાનક બગડેલી તબિયતને (Deepika Padukone health deteriorated) કારણે અભિનેત્રી જ્યારે હોસ્પિટલ પહોંચી ત્યારે દીપિકા પાદુકોણના ચાહકોના શ્વાસ અટકી ગયા. શૂટિંગ સેટ પર દીપિકા પાદુકોણેને હૃદયના ધબકારા વધી જવાની ફરિયાદ કરી હતી અને તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ સમાચાર આવતા જ બોલિવૂડ અને દીપિકાના ચાહકો વચ્ચે હોબાળો મચી ગયો હતો. હવે બુધવારે અભિનેત્રીની હેલ્થ અપડેટ (Deepika Padukone Health UPDATE)આવી છે.

આ પણ વાંચો: આલિયા-રણબીરની પહેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું ટ્રેલર રિલીઝ, દરેક પાત્ર ધૂમ મચાવી રહ્યા છે

શૂટ પરના થાકને કારણે અભિનેત્રીની તબિયત બગડી: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ગયા રવિવારે બની હતી. અભિનેત્રી નબળાઈ અનુભવી રહી હતી અને તે આવતાની સાથે જ તેની થોડા કલાકો સુધી સારવાર કરવામાં આવી હતી, તેણીને દાખલ કરવામાં આવી ન હતી, માત્ર સારવાર કરવામાં આવી હતી, શૂટ પરના થાકને કારણે અભિનેત્રીની તબિયત બગડી હતી.

રણવીર સિંહ તેને મેસેજ અને કોલ દ્વારા ફોલો કરી રહ્યાં છે: મીડિયા અનુસાર, દીપિકા ફરીથી શૂટિંગ સેટ પર પહોંચી છે. દીપિકાના માતા-પિતા અને પતિ રણવીર સિંહ તેને મેસેજ અને કોલ દ્વારા ફોલો કરી રહ્યાં છે અને અભિનેત્રી સેટ પર સ્વાસ્થ્યની સાવચેતી રાખી રહી છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022: તમને જણાવી દઈએ કે, 28 મેના રોજ દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 (ફ્રાન્સ)માંથી પરત ફરી હતી. આ પછી દીપિકા ડિરેક્ટર નાગ અશ્વિનની 'પ્રોજેક્ટ કે' માટે હૈદરાબાદ પહોંચી ગઈ છે. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન પણ જોવા મળવાના છે.

કેકેનું કાર્ડિયાક એટેકના કારણે નિધન: જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં હાર્ટ એટેક અને કાર્ડિયાક એટેકના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ગાયક કેકેનું પણ કાર્ડિયાક એટેકના કારણે નિધન થયું હતું.

આ પણ વાંચો: જોગર પર બ્રાલેટ પહેરીને મોનાલિસાએ જોરદાર પોઝ આપ્યો, તસવીરો જોઈને ઉડી જશે હોંશ

હાર્ટ એટેકથી મૃત્યુ: તે જ સમયે, ગયા વર્ષે, 40 વર્ષની વયે, ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લા અને કન્નડ ફિલ્મના સુપરસ્ટાર પુનિત રાજકુમારનું 45 વર્ષની વયે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.