ETV Bharat / entertainment

Adipurush: દિગ્દર્શક-નિર્માતા વિવાદોમાં ફસાયા, ફિલ્મ 'આદિપુરુષ'ના ડાયલોગ્સ બદલાશે - મનોજ મુન્તાશીર અને આદિપુરુષ વિવાદ

હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'આદિપુરુષ'નો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ડાયલોગ્સને કારણે ફિલ્મને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરનું એક ટ્વીટ આવ્યું છે, જેમાં તેણે વાંધાજનક ડાયલોગ બદલવાની વાત કરી છે.

દિગ્દર્શક-નિર્માતા વિવાદોમાં ફસાયા, ફિલ્મ 'આદિપુરુષ'ના ડાયલોગ બદલાશે

author img

By

Published : Jun 18, 2023, 1:31 PM IST

મુંબઈઃ મેગાબજેટ ફિલ્મ 'આદિપુરુષ'ને રિલીઝ થયાને માત્ર 2 દિવસ થયા છે અને ફિલ્મ વિરોધનો શિકાર બની છે. ફિલ્મમાં બોલાયેલા ડાયલોગ્સ અને બાલિશ વીએફએક્સને કારણે તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરનું ટ્વીટ સામે આવ્યું છે, જેમાં તેણે ફિલ્મના ડાયલોગ બદલવાની વાત કરી છે, જેના પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. આ અઠવાડિયે આ ફિલ્મ રિવાઇઝ્ડ ડાયલોગ્સ સાથે રિલીઝ થશે.

  • रामकथा से पहला पाठ जो कोई सीख सकता है, वो है हर भावना का सम्मान करना.
    सही या ग़लत, समय के अनुसार बदल जाता है, भावना रह जाती है.
    आदिपुरुष में 4000 से भी ज़्यादा पंक्तियों के संवाद मैंने लिखे, 5 पंक्तियों पर कुछ भावनाएँ आहत हुईं.
    उन सैकड़ों पंक्तियों में जहाँ श्री राम का यशगान…

    — Manoj Muntashir Shukla (@manojmuntashir) June 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ફિલ્મના સંવાદોનો વિરોધ: ફિલ્મ રિલીઝના પહેલા જ દિવસે દર્શકોએ ફિલ્મના કેટલાક ડાયલોગ્સ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીર આગળ આવ્યા અને એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કરતા તેમણે કહ્યું કે, અમે રામાયણ નથી બનાવી, અમે માત્ર રામાયણથી પ્રેરિત છીએ. બીજી તરફ બીજા દિવસે પણ 'આદિપુરુષ'ને લઈને વિવાદો વધી રહ્યા છે.

મનોજ મુન્તાશીરનું નિવેદન: મનોજે એક ટ્વિટ પોસ્ટ કર્યુ છે. જેમાં તેણે લખ્યું, 'મેં આખી ફિલ્મ માટે 4000 થી વધુ પંક્તિઓના સંવાદો લખ્યા છે, પરંતુ માત્ર કેટલાક પસંદ કરેલા સંવાદોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 3 કલાકની ફિલ્મમાં મેં તમારી કલ્પનાની લગભગ 3 મિનિટ અલગ લખી છે. તે માટે તમે મારી તરફ આંગળીઓ ઉઠાવવાનું શરૂ કર્યું. 'આદિપુરુષ'ના ગીત પણ મેં લખ્યા હતા પણ કોઈએ તેની નોંધ લીધી નથી.

ફિલ્મના ડાયલોગ્સ બદલાશે: આ પછી મનોજ મુન્તાશીરે કહ્યું, 'પરંતુ આ બધું હોવા છતાં મારા મનમાં તમારા માટે કોઈ દ્વેષ નથી. તમારી લાગણીઓ મારા માટે મહત્વની છે. એટલા માટે મેં અને ફિલ્મના નિર્માતાઓએ નક્કી કર્યું છે કે, અમે ફિલ્મમાં એવા સંવાદોને રિવાઇઝ કરીશું, જેણે દરેકની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ અઠવાડિયે તેને ફિલ્મમાં સામેલ કરશે.

  1. Adipurush: મનોજ મુન્તાશીરે કહ્યું- ફિલ્મ જુઓ કે ન જુઓ, પરંતુ અફવાઓ ન ફેલાવો
  2. Adipurush: 'આદિપુરુષ' ફિલ્મના વિવાદિત સીન હટાવવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી દાખલ
  3. Sonu Nigam: સિંગર સોનુ નિગમે 'આદિપુરુષ' વિવાદ અંગે ટ્વિટ કર્યું, આ બે સમુદાયોથી દેશને ખતરો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.