હૈદરાબાદ: શાહરૂખ ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'જવાન'ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા અનુસાર, એ વાતની પુષ્ટિ થઈ છે કે ફિલ્મ 'જવાન'માં શાહરૂખ ખાન સાથે બે હાથ કરવા માટે મજબૂત અભિનેતા વિજય સેતુપતિને વિલન (Vijay Sethupathi to play a as villain in Jawan) તરીકે દાખલ કરવામાં આવ્યો છે. નોંધપાત્ર રીતે, વિજય આ મહિનાના અંત સુધીમાં ચેન્નાઈમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મ 2 જૂન 2023ના રોજ રિલીઝ (Movie Jaawan Release Date) થઈ રહી છે.
આ પણ વાંચો: જૂઓ ફરી સોશિયલ મીડિયા પર લલિત મોદી થઈ રહ્યા છે ટ્રોલ
એક મજબૂત વિલનની શોધમાં: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂતકાળથી એવી ચર્ચા હતી કે શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' એક મજબૂત વિલનની શોધમાં છે અને ફિલ્મના ડિરેક્ટર અરુણ કુમાર ઉર્ફે એટલીની આ શોધ વિજય પર સમાપ્ત થઈ ગઈ છે.
વિજય પહેલીવાર શાહરૂખ ખાન સાથે: છેલ્લા કેટલાક દિવસોથી એવી વાતો ચાલી રહી હતી કે આ રોલ માટે વિજય સેતુપતિનું નામ સામે આવી રહ્યું છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાનની સામે માત્ર વિક્રમ-વેધા સ્ટાર વિજય જ જોવા મળશે. તમને જણાવી દઈએ કે, વિજય પહેલીવાર શાહરૂખ ખાન સાથે કામ કરવા જઈ રહ્યો છે.
વિજયના અભિનયના વખાણ: શાહરૂખ ખાન પણ વિજય સાથે કામ કરવા ઉત્સુક હતા અને તેણે પણ વિજયના અભિનયના વખાણ કર્યા છે. તમને જણાવી દઈએ કે, 9 જૂનના રોજ થયેલા ફિલ્મ જવાનની લીડ એક્ટ્રેસ નયનતારાના લગ્નમાં શાહરૂખ, ફિલ્મ ડાયરેક્ટર એટલા અને વિજય સેતુપતિ પણ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: લો બોલો: શાહરૂખ ખાન વડોદરા રેલવે સ્ટેશન પર RO પ્લાન્ટ નાખશે
ફિલ્મ મેરી ક્રિસમસને લઈને ચર્ચામાં: તમને જણાવી દઈએ કે, વિજય આ દિવસોમાં કેટરિના કૈફ સાથેની ફિલ્મ મેરી ક્રિસમસને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને કેટરિના કૈફે પણ સેટ પરથી ઘણી તસવીરો શેર કરી છે. વિજય છેલ્લે કમલ હસનની ફિલ્મ વિક્રમમાં જોવા મળ્યો હતો.