ETV Bharat / entertainment

Madhu Mantena Reception: રિસેપ્શનમાં આમિર ખાન, હૃતિક રોશન-અલ્લુ અર્જુન સહિતના આ સ્ટાર્સ જોવા મળ્યા - વેડિંગ રિસેપ્શન

તારીખ 11 જૂનના રોજ નિર્માતા મધુ મન્ટેનાના લગ્ન પછી વેડિંગ રિસેપ્શનનું ભવ્ય આયોજન થયું હતું. આ રિસેપ્શનમાં હૃતિક રોશન તેમની ગર્લફ્રેન્ડ સાથે અને આમિર ખાન તેમના પુત્ર જુનૈદ ખાન અને અલ્લુ અર્જુન સહિત ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. જુઓ અહિં વીડિયો.

રિસેપ્શનમાં આમિર ખાન, હૃતિક રોશન-અલ્લુ અર્જુન સહિતના આ સ્ટાર્સ જોવા મળ્યા

author img

By

Published : Jun 12, 2023, 3:07 PM IST

મુંબઈઃ બોલિવુડના પ્રખ્યાત નિર્માતા મધુ મન્ટેના ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. નિર્માતાએ તારીખ 10 જૂને યોગ શિક્ષક ઇરા ત્રિવેદી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બોલિવૂડ અને સાઉથ સિનેમાના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. જ્યારે તારીખ 11 જૂને મધુ અને ઈરાએ બોલિવુડ સેલેબ્સ માટે ભવ્ય વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતું.

રિસેપ્શનમાં બોલિવુડ સેલેબ્સ: આ કપલના વેડિંગ રિસેપ્શનમાં સ્ટાર્સનો મેળો હતો. આ દરમિયાન રિસેપ્શનમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે હૃતિક રોશન જોવા મળ્યા હતા. જ્યારે આમિર ખાન તેમના પુત્ર જુનૈદની પાર્ટીમાં જોવા મળ્યા હતા. આટલું જ નહીં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન પણ પાર્ટીમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. અનિલ કપૂર, અનુપમ ખેર, રાકેશ રોશન, ફરદીન ખાન, ઝાયેદ ખાન, કાર્તિક આર્યન, રકુલ પ્રીત સિંહ મધુ-મંટેના અને ઇરા ત્રિવેદીના વેડિંગ રિસેપ્શન માટે બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે અહીં પહોંચ્યા હતા.

ફિલ્મ નિર્માતા વિશે: એટલું જ નહીં, હુમા કુરેશી તેમની મિત્ર સોનાક્ષી સિંહા સાથે આવી હતી. સલમાન ખાનની ભત્રીજી અલીઝેહ અને અભિનેતા પુલકિત સમ્રાટ તેમની ગર્લફ્રેન્ડ કૃતિ ખરબંદા સાથે પહોંચ્યા હતા. ઇલિયાના ડીક્રુઝ, હૃતિક રોશનની બહેન પશ્મિના પણ પહોંચી હતી. મધુ મન્ટેના ભારતીય સિનેમાના જાણીતા ફિલ્મ નિર્માતા છે. મધુએ બોલીવુડમાં ઘણી ફિલ્મો બનાવી છે, જેમાં હૃતિક રોશનની 'સુપર 30', 'શાહિદ કપૂરની 'મૌસમ', આમિર ખાનની 'ગજની'નો સમાવેશ થાય છે.

મધુ મંટેનાનાા લગ્ન: વર્ષ 2015માં મધુએ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તાની પુત્રી મસાબા ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્ન 4 વર્ષ સુધી ચાલ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2019માં બંને અલગ થઈ ગયા હતા. મસાબા ગુપ્તા ભારતીય સિનેમાની જાણીતી ફેશન ડિઝાઇનર છે. વર્ષ 2023માં મસાબાએ એક્ટર સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા છે. હવે આ છૂટાછેડા લીધેલા કપલે ફરી એકવાર લગ્ન કરી લીધા છે.

  1. Omg 2 Movie: હંસરાજ રઘુવંશીની અક્ષય કુમારની Omg 2 ફિલ્મમાં એન્ટ્રી, જાણો આ સિંગર વશે
  2. Vin Diesel: હોલિવૂડ એક્ટર વિન ડીઝલે દીપિકા પાદુકોણ માટે એક ખાસ નોંધ લખી
  3. Box Office Collection: 'જરા હટકે જરા બચકે' બોક્સ ઓફિસ પર હિટ, 50 કરોડનો આંકડો પાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.