નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આ દિવસોમાં આધ્યાત્મિકતા અને આંતરિક શાંતિની શોધમાં છે. આ યુગલ સંતો અને ગુરુઓની વચ્ચે જોવા મળી રહ્યું છે. ગયા મહિને અનુષ્કા અને વિરાટ વૃંદાવનમાં જોવા મળ્યા હતા. તે પછી બંને પતિ-પત્ની પણ નૈનીતાલના નીમ કરૌલી ધામ પહોંચ્યા હતા. હવે આ કપલ ઋષિકેશમાં જોવા મળ્યું હતું, જ્યાં તેઓ PM નરેન્દ્ર મોદીના ગુરુ સ્વામી દયાનંદ સરસ્વતીના આશ્રમ પહોંચ્યા હતા.
-
Virat kohli suffering from success 🔥👑 pic.twitter.com/PDfE7vtu5H
— Ameee ♥ (@kohlifanAmeee) January 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Virat kohli suffering from success 🔥👑 pic.twitter.com/PDfE7vtu5H
— Ameee ♥ (@kohlifanAmeee) January 31, 2023Virat kohli suffering from success 🔥👑 pic.twitter.com/PDfE7vtu5H
— Ameee ♥ (@kohlifanAmeee) January 31, 2023
આ પણ વાંચો: Thalapathy 67 : સાઉથની આ 'માસ્ટર' જોડીએ ફરી હાથ મિલાવ્યા, હવે બોક્સ ઓફિસ પર થશે ધડાકો
ભાઈ આ આશ્રમ છે: વિરાટ અને અનુષ્કા ઋષિકેશના સ્વામી દયાનંદ આશ્રમ ગયા હતા. આવી સ્થિતિમાં કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કોહલી એક બોલ પર ઓટોગ્રાફ આપી રહ્યો છે. ઘણા ચાહકોએ તેને ઘેરી લીધો અને તેનો વીડિયો બનાવવા લાગ્યા. ત્યારે કોહલી ખૂબ જ હળવાશથી કહે છે કે, ભાઈ આ આશ્રમ છે. આ પછી તેના ચાહકોએ વીડિયો રેકોર્ડ કરવાનું બંધ કરી દીધું હતું.
T20 સિરીઝ: આ પહેલા વિરાટ અને અનુષ્કાની ઘણી તસવીર સામે આવી હતી. જેમાં બંને વૃંદાવનના એક આશ્રમમાં પૂજા કરતા જોવા મળ્યા હતા. અનુષ્કા અને વિરાટ તેમના વૃંદાવન પ્રવાસ પહેલા નવા વર્ષ માટે દુબઈ ગયા હતા. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલમાં ન્યુઝીલેન્ડ સાથે રમાઈ રહેલી T20 સીરીઝનો ભાગ નથી અને તેને આ સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. કોહલી હાલમાં ક્રિકેટમાંથી મળેલા બ્રેકનો ફાયદો ઉઠાવી રહ્યો છે. હવે તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેશે.
આ પણ વાંચો: Pathaan New Record: 'પઠાણ'એ હવે વધુ એક રેકોર્ડ બનાવીને ભારતીય બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત, ઈશાન કિશન (વિકેટકીપર), આર. અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.