ETV Bharat / entertainment

Badass Ravi Kumar Release Date: 'Badass Ravi Kumar'ની રિલીઝ ડેટ આઉટ, પ્રભુ દેવા હિમેશ રેશમિયા સામે વિલનની ભૂમિકામાં જોવા મળશે - હિમેશ રેશમિયા અને પ્રભુ દેવા

સિંગર હિમેશ રેશમિયાની આગામી એક્શન ફિલ્મ 'Badass Ravi Kumar'ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે અને આ ફિલ્મમાં પ્રભુદેવા ખલનાયકની ભૂમિકા ભજવવાના છે. આ ફિલ્મ તારીખ 11 ઓક્ટોમ્બર 2024ના રોજ દશેરાના અવસર પર રિલીઝ થશે.

'Badass Ravi Kumar'ની રિલીઝ ડેટ આઉટ, પ્રભુ દેવા હિમેશ રેશમિયા સામે વિલનની ભૂમિકામાં જોવા મળશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 3:51 PM IST

હૈદરાબાદ: લોકપ્રિય સંગીતકાર અને અભિનેતા હિમેશ રેશમિયાએ તારીખ 3 નવેમ્બરે 2022ના રોજ તેમના ચાહકોને એક મોટી ભેટ આપી હતી. વાસ્તવમાં, 'આપકા સરુર' ફેમ સિંગર હિમેશે તેમની 'ધ એક્સપોઝ' ફ્રેન્ચાઈઝમાંથી તેમની નવી એક્શન ફિલ્મ 'Badass Ravi Kumar 'ની જાહેરાત કરી હતી અને ફિલ્મનું વિસ્ફોટક ટીઝર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મમાં હિમેશ ફુલ એક્શન અવતારમાં જોવા મળશે. આ ફિલ્મ 'ધ એક્સપોઝ'નો બીજો ભાગ છે. આજે આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે.

કેવું હતું ટીઝર: તારીખ 3 નવેમ્બર 2022ના રોજ રિલીઝ થયેલા 'Badass Ravi Kumar'નું ટીઝર એકશન અને સ્ટંટથી ભરપૂર હતું. હિમેશ પહેલીવાર બંદુકો અને હથિયારો સાથે એકશન અવતારમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં હિમેશ રવિકુમારના અવતારમાં જોવા મળ્યો હતો. ટીઝરના અંતમાં અભનેત્રીનો ચહેરો ઢંકાયેલો જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ કોણ હશે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

હિમેશનો એક્શન અવતાર: ટીઝર શેર કરતી વખતે હિમેશે લખ્યું હતું કે, ''હું ચાહકોના પ્રેમથી અભિભૂત છું અને મારા ચાહકો ઈચ્છતા હતા કે મારી ફિલ્મ એક્પોઝના રવિકુમારના પાત્ર પર એક અલગ ફિલ્મ કરું, મને ખાતરી છે કે તમને આ ટીઝર ગમશે.'' મ્યુઝિકલ એક્શન એન્ટરટેઈનર ફિલ્મથી આશા છે. કારણ કે, આ ફિલ્મમાં રવિ કુમાર 10 અલગ અલગ વિલન સાથે લડતા જોવા મળશે. ફિલ્મની અભિનેત્રી અને દિગ્દર્શકના નામની જાહેરાત ખૂબ જ જલ્દી કરવામાં આવશે. ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થશે. તમે બધા તેને તમારો પ્રેમ આપો.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે: હિમેશની આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ તારીખ 11 ઓક્ટોમ્બર 2024ના રોજ દશેરાના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં લોકપ્રિય ડાન્સર, એક્ટર, કોરિયોગ્રાફર અને દિગ્દર્શક પ્રભુ દેવા વિલનની ભૂમિકા ભજવશે. હિમેશે વર્ષ 2007માં ફિલ્મ 'આપકા સરુર'થી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી. આ પછી વર્ષ 2008માં તે ફિલ્મ 'કર્ઝ' અને 'ધ એક્સપોઝ' 2014માં જોવા મળ્યો હતો.

  1. Parineeti Chopra Wedding In Udaipur: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા ઉદયપુર પહોંચ્યા, એરપોર્ટ પર ભવ્ય સ્વાગતનો જુઓ વીડિયો
  2. Box Office Collection Day 1: વિકી કૌશલ માનુષી છિલ્લર સ્ટારર ફિલ્મ 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી' થિયેટરમાં રિલીઝ
  3. Shubneet Singh Controversy: શુબનીત સિંહ વિવાદ પર કંગના રનૌતે કહી મોટી વાત, જાણો શું મામલો છે ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.