મુંબઈ: અનુષ્કા શર્મા પોતાની ફિલ્મની સાથે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. તેઓ હંમેશા પોતાની સાથે પતિ વિરાટ કોહલીની તસવીર ચાહકો સાથે શેર કરતી રહે છે. ગયા મહીને આ કપલની લંડનથી કેટલીક તસવીર અને વીડિયો સામે આવ્યા હતા. આ તસવીરમાં કપલ લંડનમાં વેકેશનની મજા માણતા જોવા મળ્યા હતા. હવે અભિનેત્રીએ લંડન વેકેશનની કેટલીક તસવીરની ઝલક શેર કરી છે. આ તસવીરમાં તેઓ પોતાના પરિવાર સાથે જોવા મળી રહ્યાં છે.
અનુષ્કા શર્માનો વીડિયો: ગયા રવિવારે અનુષ્કા શર્માએ મોડી રાત્રે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક ક્લિપ અપલોડ કરી હતી. આ દરમિયાન તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ''મેજર મિસિંગ- લંડન સિટી અને કોફી વોક. તે કોફી જે લાંબા સમય સુધી મારી સાથે રહી.'' વીડિયો ક્લિપમાં અનુષ્કા શર્મા હાથમાં કોફી લઈને લંડનમાં સડક પર ફરતી જોવા મળે છે. જ્યારે ક્રિકેટર વિરાટ કોહલી વામિકાને લઈને તેમની સાથે મસ્તી કરતા જવા મળે છે.
અભિનેત્રીનો શાનદાર લુક: વીડિયોમાં અનુષ્કા શર્મા ડેનિમ આઉટફિટમાં જોવા મળે છે. અભિનેત્રીએ બ્લેક અને વ્હાઈટ ચશ્મા, ફ્લોરલ પ્રિન્ટેટ પર્સ, મિનિરલ મેકઅપ કર્યો છે. આ સાથે 'સુલ્તાન' એક્ટ્રેસ ખુલ્લા વાળ સાથે ખુબજ સુંદર લાગી રહી છે. વીડિયોમાં વિરાટ કોહલી અને વામિકાની ઝલક જોવા મળે છે. આ સાથે વિરાટ કોહલી અનુષ્કા શર્માની તસવીર ક્લિક કરતા જોવા મળ્યા હતા. અનુષ્કા શર્માની આ પોસ્ટ જોઈ ચાહકોએ પ્રેમનો વરસાદ કર્યો છે.
અનુષ્કા શર્માનો વર્કફ્રન્ટ: 'રબને બના દી જોડી'ની અભિનેત્રી અનષ્કા શર્માના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો, તે ટૂંક સયમમાં 'ચકદા એક્સપ્રેસ'માં જોવા મળશે. આ એક બાયોપિક ફિલ્મ છે. જે ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા ઝુલન ગોસ્વામીની ભૂમિકામાં જોવા મળશે.