મુંબઈ: ફિલ્મ નિર્માતા અનુરાગ બાસુએ આજ રોજ આગામી દિગ્દર્શિત ફિલ્મ 'ધ બ્લેક ટાઈગર'ની કરી છે જાહેરાત. ભારતના શ્રેષ્ઠ જાસૂસ ગણવામાં આવતા રવિન્દ્ર કૌશિક પરની આ સ્ટોરી છે. બ્લેક ટાઈગરનું નિર્માણ બાસુ, આર વિવેક, અશ્વિન શ્રીવતસંગમ ઉપરાંત દિવ્યા ધમીજા દ્વારા કરવામાં આવ્યું છે. દિગ્દર્શકે કહ્યું કે, ''કૌશિક જેવા જેમના વિશે લોકોને જાણકારી નથી અથવા જેમનો ઈતિહાસ કશે જોવા મળતો નથી, એવા નાયકોની સ્ટોરી લોકો સાથે શેર કરવી જોઈએ.''
આ પણ વાંચો: The Life Of A Legend: બોની કપૂરે સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવી પર જીવનચરિત્રની જાહેરાત કરી
70ના દાયકાની સ્ટોરી: અનુરાગ બાસુનો આગામી પ્રોજેક્ટ ભારતીય જાસૂસ રવીન્દ્ર કૌશિક પર 'ધ બ્લેક ટાઈગર' નામની બાયોપિક હશે. રવિન્દ્ર કૌશિકની સ્ટોરી હિંમત અને બહાદુરીની છે. માત્ર 20 વર્ષની નાની ઉંમરે તેમણે '70 અને 80ના દાયકાની ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેમણે ભારતના તેમજ દક્ષિણ એશિયાના ભૌગોલિક રાજકીય પાત્રને વ્યાખ્યાયિત કર્યું હતું. આપણો ઈતિહાસ સુરક્ષિત નથી. બાસુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ''આપણે આ અજાણ્યા હીરો વિશે ઓળખવું અને શીખવું જોઈએ.''
ધ બ્લેક ટાઈગરનો ખિતાબ: અખબારી યાદી અનુસાર કૌશિક 20 વર્ષનો હતો જ્યારે તે ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ માટે ગુપ્ત રીતે ગયો હતો. પાકિસ્તાની સૈન્યના સર્વોચ્ચ રેન્કમાં પ્રવેશવામાં સફળ થયો હતો. તેથી તેમની સફળતા માટે તેમને અત્યાર સુધીના ભારતના શ્રેષ્ઠ જાસૂસ તરીકે ગણવામાં આવે છે. જેના કારણે ભારતના તત્કાલિન વડા પ્રધાન ઈન્દિરા ગાંધી તરફથી 'ધ બ્લેક ટાઈગર'નો ખિતાબ મળ્યો હતો.
આ પણ વાંચો: Sidharth Kiara Dance: દિલ્હીમાં ઢોલનગાડાની ધુન પર નવ દંપતિ થિરક્યા, જુઓ અહિં વીડિયો
''કૌશિકની જટિલ માહિતીની સાહજિક અને સમયસર રિપોર્ટિંગ એ સુનિશ્ચિત કરે છે કે, ભારતીય સુરક્ષા દળો વર્ષ 1974 થી 1983 ની વચ્ચે પાકિસ્તાન જે પણ પગલા લેવાનું આયોજન કરી રહ્યું હતું, તેના કરતા સતત આગળ હતા. તેમના પરિવારના સભ્યોએ બાયોપિક માટે તેમની સંમતિ આપી છે અને તેમના લેન્સમાંથી સ્ટોરી ઉપરાંત માહિતી શેર કરીને નિર્માતાઓને સમર્થન આપી રહ્યા છે.'' --- અનુરાગ બાસુ
કૌશિક પર બાયોપિક: બ્લેક ટાઇગરનું નિર્માણ બાસુ, આર વિવેક, અશ્વિન શ્રીવતસંગમ અને દિવ્ય ધમીજા દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ 2021માં, સુપરસ્ટાર સલમાન ખાને પીટીઆઈને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ''કૌશિકની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રી અને સાળા અતુલ અગ્નિહોત્રી કૌશિક પર બાયોપિક બનાવી રહ્યા છે.'' અગાઉ, રેઇડ ફેમના ડિરેક્ટર રાજ કુમાર ગુપ્તાએ વર્ષ 2019માં કહ્યું હતું કે, ''તેઓ કૌશિકની જીવન અંગેની સ્ટોરીને મોટા પડદા પર લાવવા માટે તૈયાર છે.''