હૈદરાબાદ: આજે રાજેશ ખન્નાની પુણ્યતિથિ છે ત્યારે અભિનેત્રી અંજૂ મહેન્દ્રુએ ટ્વીટ કર્યું છે. અભિનેત્રીએ સુંદર ફુલોનો હાર સાથે અભિનેતા રાજેશ ખન્નાની તસવીર શેર કરીને લખ્યુ છે કે, '11 યર્સ'. રાજેશ ખન્નાનું અવસાન થયાને આજે 11 વર્ષ થયા છે. અભિનેત્રીની ટ્વિટર પર ઘણા યુઝર્સોએ પણ રાજેશ ખન્નાને યાદ કરતા પ્રિતિક્રિયા આપી છે. રાજેશ ખન્નાનું અવસાન તારીખ 18 જુલાઈના રોજ અવસાન થયુ હતુ.
-
11 years !!! 🙏 pic.twitter.com/JXjodnjkYK
— anju mahendroo (@anjumahendroo) July 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">11 years !!! 🙏 pic.twitter.com/JXjodnjkYK
— anju mahendroo (@anjumahendroo) July 17, 202311 years !!! 🙏 pic.twitter.com/JXjodnjkYK
— anju mahendroo (@anjumahendroo) July 17, 2023
અંજુ મહેન્દ્રુ ટ્વિટ: અંજુ મહેન્દ્રુ એક ભારતીય અભિનેત્રી છે. તેમણે 'કસૌટી જીંદગી કે', 'કહીં તો હોંગા', 'એક હજારો મેં મેરી બેહના હૈ'માં કામ કર્યું હતું. મહેન્દ્રુનું નામ અભિનેતા રાજેશ ખન્ના સાથે જોડાયેલું છે. તેમનો અભિનેતા રાજેશ ખન્ના સાથે વર્ષ 1966 થી વર્ષ 1972 સુધીનો લાંબો સંબંધ હતો. રાજેશ ખન્નાની માતાની ઈચ્છા હતી કે તેઓ જલ્દી લગ્ન કરી લે. ત્યારે રાજેશ ખન્નાના 27 વર્ષ થઈ ગયા હતા.
રાજેશ ખન્નાના લગ્ન: રાજેશ ખન્નાએ વર્ષ 1971માં અંજૂને પ્રપોજ કર્યો હતો. પરંતુ અભિનેત્રી ફિલ્મ ઉદ્યોગમાં કેરિયર બનાવવા માંગતી હતી, જેના કારણે લગ્ન મોકુફ રાખ્યા હતા. વર્ષ 1972માં ઈમ્તિયાઝ ખાન સાથે ડેટિંગના સમાચાર મળતા ખન્નાનો ઈરાદો બદલાય ગયો હતો. ત્યાર બાદ ખન્ના વર્ષ 1972માં મહેન્દ્રુથી દુર જતા રહ્યા હતા. બાદમાં રાજેશ ખન્નાએ વર્ષ 1973માં ડિંબલ કાપડિયા સાથે લગ્ન કરી લીધા હતા.
સુપરસ્ટાર રાજેશ ખન્ના: અભિનેતાનો જન્મ તારખ 29 ડેસેમ્બર 1942માં પંજાબના અમૃતસરમાં થયો હતો. રાજેશ ખન્નાએ બોલિવુડના સૌપ્રથમ સુપરસ્ટાર તરીકે નામના મળવી હતી. તેઓએ બોલિવુડ ફિલ્મ ઉદ્યોગમાં શાનદારા કામ કર્યું છે. તેમને ફિલ્મફેર પુરસ્કાર અને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. અભિનેતાએ ફિલ્મમાં વર્ષ 1966માં બનેલી ફિલ્મ 'આખરી ખત'થી કામ કરવાનું શરુ કર્યું હતું.