દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા (Actress Richa Chadha) તેના ટ્વિટમાં ભારતીય સૈનિકો પર ટિપ્પણી કરવાને કારણે મુશ્કેલીમાં ગઈ છે. નોંધનીય છે કે, તાજેતરમાં ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પાછું લેવા જેવા આદેશો લાગુ કરવા માટે નિવેદન જાહેર કર્યું હતું. અભિનેત્રીએ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલના આ વીડિયો પર 'અપમાનજનક' ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયા પર આકરી ટીકા બાદ અભિનેત્રીએ ખુલ્લેઆમ માફી માંગવી પડી હતી. હવે બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે (Akshay Kumar and Richa Chadha) પણ અભિનેત્રીના આ વાંધાજનક ટ્વીટ પર વાંધો ઉઠાવીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
-
Hurts to see this. Nothing ever should make us ungrateful towards our armed forces. Woh hain toh aaj hum hain. 🙏 pic.twitter.com/inCm392hIH
— Akshay Kumar (@akshaykumar) November 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hurts to see this. Nothing ever should make us ungrateful towards our armed forces. Woh hain toh aaj hum hain. 🙏 pic.twitter.com/inCm392hIH
— Akshay Kumar (@akshaykumar) November 24, 2022Hurts to see this. Nothing ever should make us ungrateful towards our armed forces. Woh hain toh aaj hum hain. 🙏 pic.twitter.com/inCm392hIH
— Akshay Kumar (@akshaykumar) November 24, 2022
અભિનેતાએ આપી પ્રતિક્રિયા: રિચાના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા અક્ષય કુમારે લખ્યું, 'આ જોઈને દુઃખ થયું, કંઈપણ વસ્તુ આપણને આપણી ભારતીય સેના પ્રત્યે કૃતઘ્ન (એહસાન ફરામોશ) ન બનાવી શકે, આજે તેઓ છે તો આપણે છિએે.
રિચા ચઢ્ઢાની ટિપ્પણી: વાસ્તવમાં રિચાએ ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પાછું ખેંચવા જેવા આદેશો લાગુ કરવા માટે આપેલા નિવેદન પર ટિપ્પણી કરી, 'Galwan says hi'. આ પછી બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ અભિનેત્રી વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. તેમણે એક ટ્વીટ જારી કરીને લખ્યું હતુ, રિચા ચઢ્ઢા જેવી 3જી ગ્રેડની બોલિવૂડ અભિનેત્રી ઓછી પબ્લિસિટી સ્ટંટ માટે ભારતીય સેનાનું અપમાન કરી રહી છે. @RichaChadha કોંગ્રેસ અને રાહુલ ગાંધીની ઉપાસક છે. તેથી આ ટ્વીટમાં તેની ભારત વિરોધી વિચારસરણી સ્પષ્ટપણે દેખાય છે. હું મુંબઈ પોલીસ પાસેથી તેની સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરું છું.
મનજિંદર સિંહ સિરસા: અન્ય એક ટ્વિટમાં મનજિંદર સિંહ સિરસાએ અભિનેત્રી રિચા ચઢ્ઢાની ટિપ્પણીને શરમજનક ગણાવી છે. સિરસાએ કહ્યું હતું, 'અભિનેત્રીએ તેને જલદીથી પાછી (ટિપ્પણી) લેવી જોઈએ. આ રીતે આપણા સશસ્ત્ર દળોનું અપમાન કરવું યોગ્ય નથી.'
અભિનેત્રીએ માફી માંગી: તાજેતરના અહેવાલો અનુસાર ગલવાન પર રિચા ચઢ્ઢાના વાંધાજનક ટ્વીટથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે અને યુઝર્સ અભિનેત્રીના આ ટ્વિટને શહીદોના અપમાન તરીકે જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મામલાની વધતી ગંભીરતાને જોઈને અભિનેત્રીએ માફી માંગી અને કહ્યું, 'મારો ઈરાદો સેનાનું અપમાન કરવાનો નહોતો'.
રિચા ચઢ્ઢાનો વર્કફ્રન્ટ: રિચા ચઢ્ઢાએ પોતાના કો સ્ટાર અલી ફઝલ સાથે લગ્ન કર્યા હતા. ફિલ્મ 'ફુકરે' પછી બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. રિચા રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. આ પહેલા પણ તેઓ ઘણી વખત પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવી ચુકી છે. રિચા છેલ્લે ફિલ્મ 'લાહોર કોન્ફિડેન્શિયલ'માં જોવા મળી હતી.