ETV Bharat / entertainment

'હેરા ફેરી 3'માં અક્ષય, સુનીલ અને પરેશની ત્રિપુટી કન્ફર્મ, ચાહકોએ કહ્યું- મજા આવી ગઈ - અક્ષય કુમાર

હેરા ફેરી 3 માં (Hera Ferry 3 Confirmed) અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટી ફરી જોવા મળશે. મેકર્સે ફિલ્મ પર પોતાની મહોર લગાવી દીધી છે.

'હેરા ફેરી 3'માં અક્ષય, સુનીલ અને પરેશની ત્રિપુટી કન્ફર્મ, ચાહકોએ કહ્યું- મજા આવી ગઈ

author img

By

Published : Jun 25, 2022, 10:38 AM IST

હૈદરાબાદ: 'બાબુ રાવ, શ્યામ અને રાજુ' ફિલ્મ 'હેરા ફેરી'ના ત્રણેય પાત્રો (Three characters from the movie Hera Ferry) ત્રીજી વખત ફરી હસાવવા આવી રહ્યા છે. હા, ફિલ્મ મેકર્સે કન્ફર્મ કર્યું છે કે 'હેરી-ફેરી-3' (Hera Ferry 3 Confirmed) ટૂંક સમયમાં સિનેમાઘરોમાં જોવા મળશે. દર્શકો માટે આ એક સારા સમાચાર છે, કારણ કે ફિલ્મના નિર્માતા ફિરોઝ નાડિયાડવાલાએ તેની જાહેરાત કરી છે. નિર્માતાના કહેવા પ્રમાણે, ફિલ્મમાં ફરીથી આ ત્રણેય પાત્રો પોતપોતાની શૈલીમાં હસાવતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી ફિલ્મના ત્રીજા ભાગને લઈને વારંવાર અટકળો ચાલી રહી હતી, જેનો હવે અંત આવી ગયો છે.

આ પણ વાંચો: કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને જાતીય સતામણીના કેસમાં મળ્યા જામીન

સોશિયલ મીડિયા પર ખુશીની લહેર: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાડિયાડિવાલાનું કહેવું છે કે ફિલ્મની સિક્વલમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ ફરી એકવાર દર્શકોને મસ્તી કરાવતા જોવા મળશે. હવે આ સમાચાર સામે આવતાં જ સોશિયલ મીડિયા પર ખુશીની લહેર છવાઈ ગઈ છે.

ફિલ્મ સાથે જોડાયેલા આટલા મોટા સમાચાર: સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ફિલ્મના ત્રીજા ભાગને લઈને ઘણા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. અક્ષય, સુનીલ અને પરેશ રાવલના ફેન્સ આ ફિલ્મ સાથે જોડાયેલા આટલા મોટા સમાચાર પર વિશ્વાસ કરી શકતા નથી. નિર્માતાનું કહેવું છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: 'શમશેરા'માં સંજય દત્તનો ખલનાયક લૂક, ટ્રેલર રિલીઝ પહેલા સામેે આવ્યું પોસ્ટર

ફિલ્મનું દિગ્દર્શન: તમને જણાવી દઈએ કે, હેરા ફેરી (2000) અને ત્યારપછી ફિર હેરા ફેરી (2006)એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મે દર્શકોને ખૂબ હસાવ્યા હતા. હેરાફેરીનું દિગ્દર્શન પ્રિયદર્શને કર્યું હતું અને પછી ફિર હેરાફેરીનું નિર્દેશન નીરજ વોહરાએ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, હેરા ફેરી મલયાલમ ફિલ્મ રામોજી રાવ સ્પીકિંગ (1989) ની હિન્દી રીમેક છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.