હૈદરાબાદઃ બોલિવૂડના ફેમસ એક્ટર અક્ષય કુમારની પિરિયડ ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' આ અઠવાડિયે રિલીઝ (Film Samrat Prithviraj release date) થવા જઈ રહી છે. આ ફિલ્મની સફળતા માટે અક્ષય કુમાર કાશીના ઘાટ પર પૂજા (akshay kumar ganga puja) કરવા પહોંચ્યા હતા. ત્યાં ફિલ્મની અભિનેત્રી માનુષી છિલ્લર પણ અભિનેતા સાથે હતી. ફિલ્મની સ્ટારકાસ્ટે ગંગા ઘાટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર અને મિસ વર્લ્ડ માનુષી છિલ્લર સ્ટારર ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' 3 જૂને રિલીઝ થઈ રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો:રકુલ પ્રીત સિંહના 'બ્લિંગટૅસ્ટિક મૂડ'માં એક ઝલક!, જૂઓ ફોટોઝ
ગંગામાં ડૂબકી લગાવી : અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં, અભિનેતાએ ઘાટ પર આરતી કર્યા પછી ગંગામાં ડૂબકી લગાવી હતી. આ વીડિયોને અક્ષય કુમારે 'હર હર મહાદેવ' લખીને શેર કર્યો છે.

અક્ષય અને માનુષી પીચ રંગના કપડામાં જોવા મળ્યા: તે જ સમયે, ફિલ્મની અભિનેત્રી માનુષી છિલ્લરે પણ કાશીની ઘણી તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ આ તસવીરો શેર કરતાં હર હર મહાદેવ પણ લખ્યું છે. આ તસવીરોમાં અક્ષય અને માનુષી પીચ રંગના કપડામાં જોવા મળી રહ્યા છે.

અક્ષય કુમારની પાછલી ફિલ્મ બચ્ચન પાંડે: તમને જણાવી દઈએ કે, આ માનુષીની ડેબ્યુ ફિલ્મ છે. તે જ સમયે, અક્ષય કુમારની પાછલી ફિલ્મ બચ્ચન પાંડે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. આ પછી હવે અક્ષય કુમાર કાશી ફિલ્મની સફળતા માટે આશીર્વાદ લેવા પહોંચ્યા છે.

ભૂલ ભુલૈયા 2 બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો સ્પર્શી ચુકી: આ પહેલા ભૂલ-ભુલૈયા-2ની સ્ટાર કાસ્ટ કાર્તિક આર્યન કાશીના ઘાટ પર પહોંચી હતી. ભૂલ ભુલૈયા 2 બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો સ્પર્શી ચુકી છે. કાર્તિક આર્યનની આ પહેલી ફિલ્મ છે જે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ છે.

આ પણ વાંચો: કોણ છે સિદ્ધુ મુસેવાલાના હત્યારા, જેઓ સલમાન ખાનને પણ મારવા માંગતા હતા જાણો શુ હતો સમગ્ર મામલો
અત્યાર સુધીમાં 125 કરોડથી વધુની કમાણી: આ ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 20 મેના રોજ રિલીઝ થઈ હતી અને અત્યાર સુધીમાં 125 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે.
