ETV Bharat / entertainment

Akshay Kumar Birthday Celebration: અજય દેવગણથી લઈને સુનીલ શેટ્ટી સુધી આ મિત્રોએ અક્ષય કુમારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી - રિતેશ દેશમુખે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

બોલિવુડ એક્ટર અક્ષય કુમાર આ વર્ષે પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે ઘણા બોલિવુડ સ્ટાર્સે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ચાહકો પણ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

અજય દેવગણથી લઈને સુનીલ શેટ્ટી સુધી આ મિત્રોએ અક્ષય કુમારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 4:03 PM IST

મુંબઈ: બોલિવુડ ખિલાડી અક્ષય કુમાર આજે પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, આ સાથે જ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. અજય દેવગણ, સુનીલ શેટ્ટી, રિતેશ દેશમુખ જેવા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર અક્ષયને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. બોલિવુડના સિંઘમ અજય દેવગણથી લઈને સુનીલ શેટ્ટી સુધીના કલાકારોએ અક્ષયને તેમના 56માં જન્મદિવસ પર ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને શુભેચ્છા પાઠવી છે.

અજય દેવગણ
અજય દેવગણ

બોલિવુડ કલાકારોએ પાઠવી શુભેચ્છા: અજય દેવગણેે પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''ક્યારેક દોરડાથી લટકીને, ક્યારેક કોલસાની ખાણમાં ઘૂસીને, જો તમને બચાવ માટે કોઈ મદદની જરુર હોય તો કૃપા કરીને અક્ષય કુમારનો સંપર્ક કરો. આ વર્ષના તમારા બધા મિશન માટે જન્મદિવસની શુભેચ્છા.'' જ્યારે રિતેશ દેશમુખે ફિલ્મના સેટ પરથી એક ફોટો શેર કરીને અક્ષય કુમારને જન્મદિવસની શુભચ્છા પાઠવી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ''હેપ્પી બર્થ ડે, લવ યૂ. અક્ષય 9 સપ્ટેમ્બરે શનિવારે 56 વર્ષના થઈ ગયા.'' અજય દેવગણ, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી જેવા સ્ટાર્સે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

રિતેશ દેશમુખ
રિતેશ દેશમુખ

સુનીલ શેટ્ટીએ પાઠવી શુભેચ્છા: સુનીલ શેટ્ટીએ x એકાઉન્ટ પર અક્ષયને શુભેચ્છા પાઠવી હતી. અક્ષય કુમાર ટૂંક સમયમાં ટીનુ સુરેશ દેસાઈની ફિલ્મ 'મિશન રાનીગંજ: ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ''માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ વાશુ ભગનાની, જેકી ભગનાની દીપશિખા દેશમુખ અને અજય કપૂર કરશે. દેશ અને દુનિયાને હચમચાવી નાખનાર કોલસાની ખાણ દુર્ઘટના અને જસવંત સિંહ ગિલની આગેવાની હેઠળની બચાવ ટીમના અથાક પ્રયાસો પર આધારિત આ ફિલ્મ 6 ઓક્ટોમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

  1. Actor Akshay Kumar: અક્ષય કુમારે જન્મદિવસે મહાકાલના દર્શન કર્યા, ક્રિકેટર શિખર ધવને પણ આશીર્વાદ લીધા
  2. Jawan Box Office Collection: 'જવાન' બોક્સ ઓફિસ પર છવાઈ, ફક્ત 3 દિવસમાં 200 કરોડની કમાણી કરશે
  3. Akshay Kumar birthday: અક્ષય કુમારના જન્મદિવસ પર જાણો તેમની સંઘર્ષમય સ્ટોરી, 'સૌગંધ'ની લઈને 'OMG 2' સુધી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.