ETV Bharat / entertainment

તુનિષા શર્મા બાદ આ 22 વર્ષીય સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સરે ઘરે લગાવી ફાંસી

હાલમાં જ TV એક્ટ્રેસ તુનિષા શર્માએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. હવે તુનિષાના મૃત્યુના ચોથા દિવસે એક મહિલા સોશિયલ મીડિયા સ્ટારની આત્મહત્યાનો કેસ (youtuber suicide case) સામે આવ્યો છે. આ સોશિયલ મીડિયા સ્ટાર કોણ છે. શા માટે આત્મહત્ય કરી તેનું જાણો ખાસ (leena nagwanshi suicide reason) કારણ.

તુનિષા શર્મા બાદ આ 22 વર્ષીય સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સરે ઘરે લગાવી ફાંસી
તુનિષા શર્મા બાદ આ 22 વર્ષીય સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સરે ઘરે લગાવી ફાંસી
author img

By

Published : Dec 28, 2022, 12:08 PM IST

હૈદરાબાદઃ TV એક્ટ્રેસ તુનિષા શર્માની આત્મહત્યા બાદ વધુ એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા (youtuber suicide case) છે. છત્તીસગઢના રાયગઢની રહેવાસી સોશિયલ મીડિયા સ્ટાર લીના નાગવંશીએ આત્મહત્યા કરી લીધી (leena nagwanshi suicide reason) છે. રિપોર્ટ્સ અનુસાર લીનાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, તારીખ 24 ડિસેમ્બરે TV એક્ટ્રેસ તુનીષાએ પણ શૂટિંગ સેટના મેક અપ રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. તુનિષાના ચાહકો હજુ આ સમાચારથી હટ્યા ન હતા કે, આ દરમિયાન લીનાના સમાચારે લોકોને ચોંકાવી દીધા.

આ પણ વાંચો: માર્શલ આર્ટ માસ્ટર અક્ષય કુમારે મહિલાઓને સેલ્ફ ડિફેન્સની આપી ટિપ્સ

મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી: 22 વર્ષની લીના રાયગઢની કેલો બિહાર કોલોનીની રહેવાસી હતી. લીનાની માહિતી મળતાં જ ચક્રધાર વિસ્તારની પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહને કબજામાં લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ પોલીસે આ સમગ્ર મામલે કોઈ નિવેદન આપ્યું નથી. હાલમાં લીનાએ આત્મહત્યા કરી લીધી છે, એવું કહેવામાં આવી રહ્યું છે. હવે લીનાના મોતનું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ બહાર આવશે.

સુસાઈડ નોટ મળી નથી: લીના જીવતી હોવાનું વિચારીને તેના પરિવારના સભ્યો તેને ફાંસીના માંચડેથી નીચે લાવ્યા હતા. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો જોયું કે, લીનાએ દુપટ્ટા વડે ફાંસી લગાવી લીધી હતી. મૃતદેહના પંચનામા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી લીનાનો મોબાઈલ જપ્ત કર્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

આ પણ વાંચો: તુનિષા શર્મા આત્મહત્યા કેસ પર મુકેશ ખન્નાએ કહી આ મોટી વાત

જાણો લીના નાગવંશી વિશે: લીના સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અને યુટ્યુબર હતી. તે સોશિયલ મીડિયા પર તેમની સુંદર સ્ટાઇલ માટે ફેમસ હતી. જો કે, લીનાના ઈન્સ્ટાગ્રામ પર 10 હજાર ફોલોઅર્સ હતા. પરંતુ તે પોતાના ફોલોઅર્સની સંખ્યા વધારવા માટે દિવસ રાત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હતી.

વીડિયો બે દિવસ પહેલા થયો પોસ્ટ: લીનાએ બે દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે બ્લેક ડ્રેસમાં ટેડી બેર સાથે રમતી જોવા મળે છે અને બીજી જ ક્ષણમાં તે સાંતાના લુકમાં જોવા મળે છે અને તેના હાથમાં ટેડી બેર બાળકમાં ફેરવાઈ જાય છે. અગાઉ એક વીડિયોમાં સાન્ટા ડ્રેસ પહેરીને લીનાએ તેના ચાહકોને ક્રિસમસ ડેની શુભેચ્છા પાઠવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.