મુંબઈ: તાજેતરમાં સલમાન ખાનને મળેલા ધમકીભર્યા પત્રો (Salman Khan threat letters ) પછી બોલિવૂડ અભિનેતા સલમાન ખાને આત્મરક્ષણ માટે બંદુકના લાઇસન્સ માટે અરજી કર્યા પછી તેને બંદુકનું લાઇસન્સ આપવામાં ( Salman Khan gets arms license) આવ્યું છે. મુંબઈ પોલીસે સોમવારે આ જાણકારી આપી હતી. બોલીવુડ અભિનેતાએ તાજેતરમાં મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકર અને જોઈન્ટ પોલીસ કમિશનર (લો એન્ડ ઓર્ડર) વિશ્વાસ નાંગરે-પાટીલ સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચો: લો બોલો: શાહરૂખ ખાન વડોદરા રેલવે સ્ટેશન પર RO પ્લાન્ટ નાખશે
નિયમિત મોર્નિંગ વોક: ગયા મહિને, સલમાન ખાન અને તેના પિતા, પટકથા લેખક સલીમ ખાનને એક પત્ર મળ્યો હતો જેમાં ધમકી આપવામાં આવી હતી કે પિતા-પુત્રની જોડીના એજ હાલ થશે જેમ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. આ પત્ર સલીમની સુરક્ષા ટીમને બાંદ્રા બેન્ડસ્ટેન્ડ રિસોર્ટ પાસેના તેના મુંબઈના ઘરની બહાર મળ્યો હતો, જ્યાં તે નિયમિત મોર્નિંગ વોક માટે જાય છે.
આ પણ વાંચો: Javed Akhtar defamation case: કંગનાએ કોર્ટમાં તેની બહેનનું નિવેદન નોંધવાની અપીલ કરી